આસામમાં એન્સેફાલિટિસ વાયરસથી અત્યાર સુધી 48 લોકોના મોત -કુલ કેસ 300ને પાર પહોંચ્યા,
- જાપાની વાયરસનો આસામમાં કહેર
- કુલ કેસ 302 થયા
- 1 વ્યક્તિનું મોત, કુલ 48 લોકોએ જીવ ગુમાવ્યો
દિસપુરઃ- છેલ્લા ઘણા સમયથી આસામમાં જાપાની વાયરસ એન્સેફાલિટિસ નો કહેર વર્તાઈ રહ્યો છે અત્યાર સુધી આ વાયરસના કારણે રાજ્યમાં 48 મોત નોંધાયા છે તો હાલ પણ આ વાયરસનો કહેર યથાવત જોવામ ળી રહ્યો છે જેને લઈને સરકારની ચિંતા વધી છે.
નવા કેસોની વાત કરીએ તો બારપેટા વિસ્તારમાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા છે, જેમાં બક્સા, બોંગાઈગાંવ, ચરાઈદેવ, મોરીગાંવ અને ઉદલગુરીમાં કુલ એક-એક કેસ સામે આવ્યા છે આ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
આ અગાઉની જો વત કરવામાં આવે તો શુક્રવારના રોજ જાપાનીઝ એન્સેફાલિટિસના કુલ સાત કેસ નોંધાયા હતા. આ સાથએ જ ત્રણ લોકો મૃત્યુ પણ પામ્યા હતા. દક્ષિણ સલમારા દિમા હસાઓ અને કાર્બી આંગલોંગ સિવાય આસામના તમામ જિલ્લાઓ આ રોગથી પ્રભાવિતજોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આસામમાં આ વાયરસના હાલ નવા કેસ 8 નોંધાયા છે.આ સહીત અત્યાર સુધી કુલ 302 કેસ નોંધાઈ ચૂક્યા છે ,આ સાથે જ તાજેતરમાં એક દર્દીનું વાયરસના કારણે મોત નિપજ્યું છે તો તેના સાથે કુલ મૃત્યુંઆંક 48 પર પહોંચ્યો છે.વિતેલા દિવસને શનિવારના રોડ ચિરાંગ જિલ્લામાં જાપાનીઝ એન્સેફાલિટિસના કારણે મૃત્યુનો કેસ નોંધાયો છે.