આસામઃ એક વર્ષમાં ચાર હજાર બાળલગ્ન અટકાવ્યાં, શુક્રવારથી ફરીથી અભિયાન શરૂ કરાશે
નવી દિલ્હીઃ દેશમાં બાળલગ્નોને અટકાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર સાથે વિવિધ સામાજિક સંસ્તાઓ પણ કામગીરી કરી રહી છે. દરમિયાન આસામમાં આવતીકાલથી બાળલગ્ન અટકાવવા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવશે. દરમિયાન એકાદ વર્ષમાં ચાર હજારથી વધારે બાળલગ્ન અટકાવ્યાં હતા.
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નના જોખમને સમાપ્ત કરવાના તેના સંકલ્પ પર મક્કમ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં 4,004 કેસ નોંધ્યા છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કાર્યવાહી થવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે, તમામ મામલાઓ પર 3 ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ થશે. આસામની હેમંત બિસ્વા સરકારે હાલમાં જ 14 વર્ષથી ઓછી ઉંમરના લગ્નો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આસામમાં 14 થી 18 વર્ષની વય જૂથમાં લગ્ન કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે.
આસામમાં માતા અને બાળ મૃત્યુદર ઊંચો છે. રાજ્યમાં બાળ લગ્નો એટલા બધા વધી રહ્યા છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ રાજ્યમાં 31 ટકા લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં થઈ રહ્યા છે.