Site icon Revoi.in

આસામ સરકારની 35 હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ખાસ ભેંટ, વિદ્યાર્થીઓને સ્કૂટીની આપી ગિફ્ટ  

Social Share

ગુહવતી – આસામ સરકારે પોતાના રાજ્યના તેજસ્વી તરલાઓને ખાસ ભેંટ આપી છે , આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રોજ  વિતેલા દિવસ ને ગુરુવારના  રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને સ્કૂટર ભેટમાં આપ્યા છે .

જાણકારી મુજબ સીએમ હિમંતા સરમાએ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં 60 ટકા અને યુવાનોને 75 ટકા માર્ક્સ મેળવનાર હોંશિયાર છોકરીઓ અને યુવાનોને પ્રજ્ઞા ભારતી યોજના હેઠળ ઔપચારિક રીતે સ્કૂટર ભેટમાં આપ્યા છે.

આસામના ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજના મેદાનમાં ગુરુવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કારની સ્થાપના છ વર્ષ પહેલા મહાન સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી બનીકાંત કાકતીની યાદમાં કરવામાં આવી હતી. ગત વખતે આ યોજના હેઠળ 35770 વિદ્યાર્થીઓને સ્કૂટર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સીએમ સરમાએ જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા યુવાનોને સશક્ત બનાવવું એ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાઓમાંની એક છે. તેથી, સરકારે વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે અવિરત સુવિધાઓ પ્રદાન કરવાની તેમની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી છે.
આ સાથે જ વધુ માં તેમણે કહ્યું કે આ યોજના હેઠળ, 2023માં ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં અનુક્રમે 60 અને 75 ટકા માર્ક્સ મેળવનારા મેરિટોરીયસ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સીએમ એ કહ્યું, “મને સંપૂર્ણ આશા છે કે વિદ્યાર્થીઓના સારા શૈક્ષણિક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, તેમના સન્માનમાં આપવામાં આવેલી સ્કૂટી તેમને ભવિષ્યમાં પણ વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.