ગુહાવટીઃ- આસામ સરકારે ભૂતાનના મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખાસ નિર્ણય લેતા આસામમાં એમબીબીએસ કોલેજમાં 3 સીટો અનામત રાખવાના નિર્ણને મંજુરી આપી છે.પ્રાપ્ત વિગત અનુસાર આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની કેબિનેટે બુધવારે રાજ્યની બે મેડિકલ કોલેજોમાં ભૂટાનના વિદ્યાર્થીઓ માટે ત્રણ એમબીબીએસ બેઠકો અનામત રાખવાની મંજૂરી આપી હતી.
પર્યટન મંત્રી જયંત મલ્લ બરુઆએ ચર્ચા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભૂટાનના વિદ્યાર્થીઓ માટે નલબારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બે અને બારપેટામાં ફખરુદ્દીન અલી અહેમદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક બેઠક અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
The Royal Bhutan Ambassador to Bharat H.E Major General Vetsop Namgyel called upon HCM Dr @himantabiswa today in Guwahati.
HCM conveyed the excitement in Assam to welcome His Majesty Jigme Khesar Namgyel Wangchuck, the King of Bhutan. His Majesty will be visiting the State… pic.twitter.com/iil1ZC2Ymw
— Chief Minister Assam (@CMOfficeAssam) November 1, 2023