Site icon Revoi.in

આસામની સરકારનું બાળલગ્નને લઈને કડક વલણ – આજથી 4,000 ફરીયાદો પર કાર્યવાહી શરુ

Social Share

આસામમાં બાળ લગ્નનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે સરકારે આત્યાસર સુધી આ પ્રકારની 4 હજાર ફરીયાદો નોંધી છે ત્યારે હવે આજથી આસામ સરાકર આ ફરીયાદો પણ એક્શન મોડમાં જોવા મળશે. સહીત 7 લોકોની અત્યાસ સુધી ઘરપકડ પણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ રાજ્યમાં 31 ટકા લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં થઈ રહ્યા છે.જેથી સરકાર પણ સતર્ક બની છે.

આસામ સરકાર આજથી બાળ લગ્ન સામે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા જઈ રહી છે. આસામમાં બાળ લગ્ન પ્રતિબંધ વિરુદ્ધ નોંધાયેલી 4000 થી વધુ FIRમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં તાજેતરમાં બાળ લગ્નના 4,004 કેસ નોંધાયા હોવાનો ઉલ્લેખ કરતાં સીએમ એ એમ પણ કહ્યું કે ‘આ કેસો પર કાર્યવાહી’ 3 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સરકારે તાજેતરમાં 14 વર્ષથી ઓછી ઉંમરના લગ્નો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે. બાળ લગ્ન સામેની કાર્યવાહીની અસર પણ હવે દેખાઈ રહી છે. આસામ પોલીસે ગુરુવારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સૂચના પર રાજ્યભરમાં બાળ લગ્નમાં સામેલ લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે આજથી આ બાબતે કડક કાર્યવાહી શરુ કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું હતું કે તેણે ગુરુવારે સાંજે કાર્યવાહીના ભાગરૂપે નાગાંવ અને મોરીગાંવ જિલ્લામાંથી બાળ લગ્નના કેસમાં સંડોવાયેલા ઓછામાં ઓછા 7 લોકોની ધરપકડ કરી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું  કે, અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં 4,004 કેસ નોંધ્યા છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કાર્યવાહી થવાની સંભાવના છે.