- બાળ લગ્ન સામે આસામ સરકાર સખ્ત
- બાળ લગ્નના ગુનાઓમાં મહિલાઓની પણ સંડોવણી
- અત્યાર સુધી 78 મહિલાઓની પણ ધરકપડ
ગુહાવટીઃ- આસામ સરકારે ફેબ્રુઆરીના આરંભથી જ બાળક લગ્ન કરાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા હતા જે હેઠળ 2 હજાર 500થી પણ વધુ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ પમ કરવામાં આવી છએ જો કે આ બાળ લગ્નના ગુનાઓમાં મહિલાઓની સંડોવણી પણ જોવા મળે છે.
રાજ્ય સરકારની માહિતી અનુસાર બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 પ્રમાણે 14 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે લગ્ન કરે છે તેમની સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે અને જેઓ 14-18 વર્ષની વયની છોકરીઓ સાથે લગ્ન કરે છે તેમના પર કેસ નોંધવામાં આવી રહ્યા છે.
.બાળ લગ્ન સામે સરકારની કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 78 મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજ્યભરમાં 2,500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.સોમવારે સાંજે 7.30 વાગ્યા સુધીની ધરપકડના ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે તે સમય સુધીમાં કુલ 2,442 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 78 મહિલાઓ નો પણ સમાવેશ થાય છે કથિત બાળ લગ્નના મોટાભાગના કેસોમાં આરોપી મહિલાઓ કાં તો પતિ અથવા પત્નીની એટલે કે માતા હોય છે.