Site icon Revoi.in

આસામ રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેનનું આવતીકાલે PM મોદી કરશે ઉદ્ઘાટન

Social Share

ગુહાવટીઃ- દેશભરના અનેક રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી થઈ છે ત્યારે હવે આસામમાં પણ પ્રથમ વંદેભારત ટ્રેનનું આવતી કાલે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે,પીએમ મોદી આવતી કાલે આસામમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેઅધિકારીઓ એ આપેલી માહિતી અનુસાર ખુપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેન સત્તાવાર રીતે 14 મે, 2023 થી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે  દોડતી જોવા મળશે.

રાજ્યમાં આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ રૂબરૂ હાજર રહેશે કે વર્ચ્યુઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આસામ સહિત પૂર્વોત્તર માટે અન્ય કેટલીક રેલ્વે યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ તે જ દિવસે કરવામાં આવનાર છે.

ગુવાહાટીથી NJP વચ્ચે જ્યાં વંદે ભારત રોકાશે તે સ્ટેશનોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે . બીજી તરફ, IRCTC અને NF રેલવે તેની પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 27 મે, 2023ના રોજ ડિબ્રુગઢથી ચલાવશે. અહેવાલો અનુસાર, તે શ્રી માતા વૈષ્ણોદેવી, અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસીને આવરી લેતા લોકપ્રિય ધાર્મિક પ્રવાસન સર્કિટને આવરી લેશે.મુસાફરો ડિબ્રુગઢ, સિમાલુગુરી, મરિયાની, દીમાપુર, લુમડિંગ, ગુવાહાટી, રંગિયા, ન્યૂ બોંગાઈગાંવ, ન્યૂ કૂચબિહાર, ન્યૂ જલપાઈગુડી, કટિહાર, બરૌની જંક્શન, હાજીપુર અને સોનેપુર સ્ટેશનો પર ટ્રેનમાં ચઢી અને ઉતરી શકે છે. 10 રાત અને 11 દિવસ ચાલનારી આ ટ્રેનનો પહેલો સ્ટોપ કટરા હશે જ્યાં પ્રવાસીઓ માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લેશે.