- આસામના બિહુ ડાન્સને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- 11 હજારથી વધુ લોકોએ કર્યો આ ડાન્સ
ભારત દેશ અનેક પ્રકારની સંસ્કુતિઓથી ભરેલો દેશ છે જૂદા જૂદા રાજ્યોની જૂદી જૂદી ખાસિયતો છે , તે પછી ભોજન હોય પહેરવેશ હોય કે નૃત્યની કળા હોય ત્યારે આસામના હિબુ નૃત્યએ હવે ગિનીશ બૂકમાં સ્થઆન મેળવ્યું છે.
આસામમાં નવા વર્ષનો છઠ્ઠો ગુરુવાર 13મી એપ્રિલે મનાવવામાં આવ્યો હતો. ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમમાં ગુરુવારે સાંજે એક હજારથી વધુ કલાકારોએ એકસાથે બિહુ નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બિહુ તહેવારને આસામી સંસ્કૃતિની જીવાદોરી પણ કહેવામાં આવે છે.
આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હાજર હતા. આ દરમિયાન 11,304 બિહુઆ-બિહુવાટીઓએ એકસાથે ડાન્સ કર્યો હતો. આ નજારો ખૂબ જ સુંદર હતો. નૃત્યકારોની સાથે 2548 ડ્રમરોએ પણ અહીં પરફોર્મ કર્યું હતું. આ ઈવેન્ટ જોવા માટે આખું સ્ટેડિયમ દર્શકોથી ભરાઈ ગયું હતું.
આ સાથે જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓની ટીમ પણ હાજર હતી. પીએમ મોદી આજે 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે. તેમની હાજરીમાં આ રેકોર્ડનું પ્રમાણપત્ર આસામ સરકારને સોંપવામાં આવશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ આ સિદ્ધિ માટે તમામ બિહુઆ-બિહુતીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.