Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણી:પીએમ મોદી આજે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે કે આજે ચૂંટણી રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે.આ દરમિયાન તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.આ પછી વડાપ્રધાન મોદી શિલોંગમાં રોડ શો પણ કરશે.વડાપ્રધાનની મુલાકાતને લઈને બંને રાજ્યોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં શિલોંગમાં રોડ શોમાં ભાગ લેશે, એમ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.તેઓ પશ્ચિમ મેઘાલયના તુરા ખાતે એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે.

બીજેપી મેઘાલયના પ્રમુખ અર્નેસ્ટ માવરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન 11 વાગ્યે રાજ્યના ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓ, યુ ટીરોટ સિંગ, યુ કિયાંગ નાંગબાહ અને પા તોગન સંગમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી શિલોંગ શહેરના મધ્યમાં Khyndailad વિસ્તારમાં રોડ શોમાં ભાગ લેશે.અને ત્યારબાદ તે લોકોને સંબોધિત કરશે.

રોડ શો પછી, પીએમ મોદી બપોરે પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં તુરા જશે, જ્યાં તેઓ BCCIના અલોટગ્રે સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરશે.પીએમ મોદી અગાઉ PA સંગમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રેલીને સંબોધવાના હતા, જે રૂ. 120 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, પરંતુ રમત વિભાગે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.