Site icon Revoi.in

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઃ પીએમ મોદી 35 જેટલી રેલી-જનસભાઓને સંબોધિત કરશે

Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે. આ ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પાંચેય રાજ્યોમાં 35 જેટલી રેલીઓ અને જનસભાઓને સંબોધિત કરશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે અન્ય ચાર રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. બીજી તરફ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજોવાની છે. તે પહેલા આ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે મહત્વની માનવામાં આવી રહી છે. દરમિયાન ભાજપ દ્વારા તમામ પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડાએ ઉઠાવી છે. દરમિયાન પાંચેય રાજ્યોમાં પીએમ મોદી 35 જેટલી રેલીઓ અને જનસભાઓને સંબોધિત કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં 11 , રાજસ્થાનમાં 10, તેલંગાણા અને છત્તીસગઢમાં છ-છ અને મિઝોરમમાં એક રેલી-જનસભાને સંબોધિત કરશે. ભાજપ દ્વારા તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી મહત્વપૂર્વની માનવામાં આવી રહી છે. જેથી ભાજપના સ્ટારપ્રચારકો પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે. જેથી આગામી દિવસોમાં પાંચેય દિવસોમાં ચૂંટણી પ્રચારનો જંગ જામશે.