Site icon Revoi.in

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતના 35 સનદી અધિકારીઓને સોંપાઈ જવાબદારી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાતના 35 જેટલા સનદી અધિકારીઓને પાંચેય રાજ્યોમાં ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેથી આગામી દિવસોમાં આ અધિકારીઓ વિવિધ વિસ્તારમાં ચૂંટણીની જવાબદારી નિભાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના આઈએએસ અધિકારી રાજેશ મંજુ,એસ.કે.મોદી, પી સ્વરૂપ, કે.એન.શાહ, ડી ડી જાડેજા, દિલીપ રાણા, રતન કવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ થેંનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડી એન મોદી, ડી એચ શાહ, આશિષકુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ મુરલી ક્રિષ્ના, કિરણ ઝવેરી, આર કે મહેતાને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત IPS અધિકારી ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વી ઝમીર, અર્ચના શિવહરે, ટી એસ બીષ્ટ, આર બી બ્રહ્મભટ્ટ, રાજુ ભાર્ગવને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી એક મહિના સુધી આ સનદી અધિકારીઓ પાંચેય રાજ્યોમાં ચૂંટણીની જવાબદારી નીભાવશે. પંજાબ, ઉત્તરપ્રદેશ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મતદાનના સમયમાં વધારો કરવાની સાથે મતદાન મથકોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદારો માટે વિશેષ આયોજન કરાયું છે.

(PHOTO-FILE)