Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણી : વડાપ્રધાન મોદીએ મદુરાઇના મીનાક્ષી દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી, આજે કરશે તાબડતોડ રેલીઓ

Social Share

મદુરાઈ : બંગાળ અને આસામ ઉપરાંત તમિલનાડુ,કેરળ અને પુડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. અને તમામ પ્રમુખ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરશે. પીએમ મોદી ગુરુવારે મોડી સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંગાળ અને આસામમાં પ્રચાર કર્યો અને ત્યારબાદ તે દક્ષિણ ભારત જવા રવાના થયા. શુક્રવારે પીએમ મોદીના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે અને 4 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.

તામિલનાડુ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદુરાઇના પ્રખ્યાત મીનાક્ષી મંદિરમાં પૂજા-અર્ચના કરી. પારંપરિક ડ્રેસમાં પીએમ મીનાક્ષી સુંદરરેશ્વર મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદી શુક્રવારે મદુરાઇમાં એક ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરશે,જેમાં તમિલનાડુના મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામી સહીત  અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

મદુરાઇમાં જાહેર સભા કર્યા બાદ પીએમ મોદી કેરળ જશે અને ત્યાં પણ  તેઓ પથાનામથિટામાં જાહેર સભા કરશે.ત્યારબાદ વડાપ્રધાન સાંજે 4: 15 વાગ્યે કન્યાકુમારીમાં જાહેર સભાને સંબોધિત કરશે. કન્યાકુમારીમાં જાહેર સભા બાદ પીએમ મોદી ફરીથી કેરળ જશે અને ત્યાં તેઓ સાંજે 6:15 વાગ્યે તિરુવનંતપુરમમાં જાહેર સભાને સંબોધિત કરશે.

                                                      દેવાંશી