Site icon Revoi.in

AstraZeneca Vaccine : ભારતમાં બ્લડ કલોટિંગનો એક પણ કેસ નહીં, અધિકારીઓએ કર્યો દાવો

Social Share

દિલ્હીઃ કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થતો જોવા મળે છે. ત્યાં હવે કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પરેશાન દુનિયાના ઘણા દેશોમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સીનને લઈને પ્રશ્નો ઉભા થયા છે.

એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધા બાદ દર્દીઓમાં બ્લડ કલોટના કેસ સામે આવ્યા છે. જો કે,ભારતમાં કોરોના વાયરસ વેક્સીન અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં આ વેક્સીનથી બ્લડ  કલોટિંગનો એક પણ કેસ સામે આવ્યો નથી. જો કે, અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, વેક્સીનના પ્રભાવની તપાસ માટે આગામી સપ્તાહે સમીક્ષા કરવામાં આવશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડેનમાર્ક,નોર્વે અને ઇટાલી સહિત છ દેશોએ એસ્ટ્રાઝેનેકા વેક્સીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે વેક્સીનના આડઅસરોની તપાસ શરૂ કરવામાં આવી છે. તો ડબ્લ્યુએચઓનું કહેવું છે કે, આ વેક્સીન ઉપયોગ માટે સલામત છે.

(દેવાંશી)