અવકાશયાત્રી ક્રિસ્ટીના ચંદ્ર પર જનારી પ્રથમ મહિલા બનશે,અંતરિક્ષમાં વિતાવી ચુકી છે 328 દિવસ
દિલ્હી :વોશિંગટન ડીસી. અવકાશયાત્રી ક્રિસ્ટીના હેમોક કોચ પહેલી મહિલા અવકાશયાત્રી હશે જે ચંદ્રની પાસે ગયા બાદ પૃથ્વી પર પરત ફરશે. ક્રિસ્ટીના ચાર અવકાશયાત્રીઓમાંથી એક છે, જે આર્ટેમિસ 2 મિશન માટે પસંદ કરાયેલ છે. નાસા આ મિશન 2024 માટે તૈયાર કરી રહ્યું છે. 10 દિવસના પ્રવાસ દરમિયાન તે ચંદ્ર પર જશે અને તેની ભ્રમણકક્ષામાંથી પરત ફરશે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે ક્રિસ્ટીના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં જશે અને ચંદ્રની પરિક્રમા કરીને પરત ફરશે. અત્યાર સુધી માત્ર પુરુષ અવકાશયાત્રીઓ જ અવકાશમાં ચંદ્ર પર પહોંચ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલા અવકાશયાત્રી ચંદ્ર પ્રદેશમાં જશે.આ પ્રવાસમાં ક્રિસ્ટિનાનો સાથ જેરેમી હેન્સન, વિક્ટર ગ્લોવર અને રીડ વાઈઝમેન આપશે.
જ્યારે ચંદ્ર પર જવા માટેના એક કાર્યક્રમમાં કોચના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે આ તેના માટે ખૂબ જ ગર્વની વાત છે. તેણીએ કહ્યું કે જ્યારે તે આ મિશન વિશે વિચારે છે, ત્યારે તે એક અદ્ભુત અનુભવ છે.
તેણીએ જણાવ્યું કે આ યાત્રામાં તે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ પર સવારી કરશે અને હજારો કિલોમીટર દૂર પરીક્ષણ કરશે અને ચંદ્રની નજીક પહોંચશે. તેણીએ વધુમાં કહ્યું કે તે આ પ્રવાસમાં ઉત્સાહ, આકાંક્ષાઓ અને સપનાઓ પોતાની સાથે લેશે.
આ ચાર નામોની જાહેરાત સાથે, 10 દિવસના આર્ટેમિસ 2 મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મિશન મનુષ્યને ચંદ્રની એક ડગલું નજીક લઈ જશે. આ પહેલા 1972માં અપોલો મિશનમાં મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં આવ્યો હતો.