- ખગોળશાસ્ત્રીને જોવા મળી રહસ્યમય ઘટના
- ગુરુની પરછાયામાં જોવા મળ્યો બર્ફીલો ગોળો
- બર્ફીલો ગોળાનું નામ છે LD-2
દિલ્લી: આમ તો બ્રહ્માંડના રહસ્યો હોય એટલા ઓછા એવુ કહી શકાય. અત્યાર સુધીમાં ખગોળશાસ્ત્રીઓએ અનેક શોધખોળ કરી છે અને હવે વધુ એક રહસ્ય જાણવા મળ્યું છે કોઈને પણ ચોંકાવી દે તેવું છે. રહસ્યથી ભરેલી અંતરિક્ષમાં ખગોળશાસ્ત્રીઓને એક અભૂતપૂર્વ ઘટના દેખાઈ છે. તેમાં,તેમને ગુરુની પરછાયામાં એક રહસ્યમય બર્ફીલો ગોળો ધૂમકેતુમાં પરિવર્તિત થતો નજરે પડે છે, જે 43 વર્ષ પછી સૂર્યની તરફ છલાંગ લગાવી દેશે.
તેને એલડી 2 નામ આપવામાં આવ્યું છે. જે મૂળ સેંટોર તરીકે પણ ઓળખાય છે. આવા સેંટોર ગુરુ અને નેપ્ચ્યુન વચ્ચે ફરતા રહેતા હોય છે. સાથે જ તે એસ્ટરોઇડ અને ધૂમકેતુઓની જેમ વ્યવહાર કરી શકે છે.
તે સામાન્ય રીતે કાં તો સૌરમંડળમાંથી બહાર નીકળી જાય છે અથવા સૂર્યની નજીક ચાલ્યા જાય છે અને સૂર્ય તરફ આવતા તે ખૂબ જ સક્રિય ધૂમકેતુનું સ્વરૂપ ધારણ કરી લે છે અને તેની પરિક્રમા કરવા લાગે છે.
એક અભ્યાસ મુજબ, એલડી 2 ની આસપાસ ચાલી રહેલા ગુરુત્વાકર્ષીય ખેંચાણની ખબર પડે છે કે, તે સૌરમંડળની અંદર જગ્યા બનાવશે. ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, વર્ષ 2063 માં આ સેંટોરનું સંક્રમણ કાળ પૂર્ણ થશે. સાથે જ એ જોવું રસપ્રદ રહેશે કે, જ્યારે એક પ્રાચીન બર્ફીલો ગોળો સૂર્ય તરફ છલાંગ લગાવશે ત્યારે શું થશે ?
નાસાના એલર્ટ સિસ્ટમ એટલાસમાં લાગેલા ટેલિસ્કોપએ ગયા વર્ષે તેની જાણકારી મેળવી હતી. તે દરમિયાન તે ગુરુના ભ્રમણકક્ષાના માર્ગની શોધમાં જોવા મળ્યું હતું. હાલમાં,વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 43 વર્ષ પછી તે આપણા સૂર્યની આસપાસ ખૂબ જ ઝડપથી ગતિ કરતા જોવા મળશે.
_Devanshi