Site icon Revoi.in

કુંભ મેળામાં શ્રધ્ધાળુંઓને પૂછપરછ વખતે પોતાની ભાષામાં મળશે જવાબ – આ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

Social Share

દિલ્હીઃ-હરિદ્વાર કુંભ મેળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા ભક્તોને અહીંના તમામ રેલ્વે સ્ટેશનો પર ભાષાને કારણે પૂછપરછ અને અન્ય માહિતી લેવામાં કોઈ તકલીફ પડશે નહીં.સક્સરથી ઋષિકેશ સુધી સ્ટેશન પર  એવા કર્મીઓની તૈનાતી રહેશે, જેમને હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓનું જ્ઞાન હોય. આ માટે કર્મચારીઓને વિવિધ વિભાગમાંથી માંગ કરવામાં આવી છે.

કુંભમેળાની એસ.ઓ.પી. જારી થતાં જ મુરાદાબાદ ડિવિઝનના અધિકારીઓએ રેલવે મુખ્યાલયથી કર્મચારીઓની માંગ કરી છે. હરિદ્વાર રેલ્વે સ્ટેશન ઉપરાંત અન્ય વિભાગમાંથી આવતા આ કર્મચારીઓને યોગ નાગરી, મોતીચુર, લક્સર, જ્વાલાપુર રેલ્વે સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. તે જાણીતું છે કે ઘણા રાજ્યોના મુસાફરો હિન્દી અને અંગ્રેજી સમજી શકતા નથી.

ભક્તો તેમના રાજ્યની ભાષામાં આરક્ષણ ખંડ,પ્લેટફોર્મ અને અન્ય સ્થળોએ પોસ્ટ કરેલા રેલ્વે કર્મચારીઓ સાથે પૂછપરછ કરે છે. જો પોતાની ભઆષામાં જવાબ ન મળતા કર્મચારીઓ અને ભક્તો બંને પરેશાન રહે છે. સ્ટેશનો પર જુદા જુદા વિભાગના કર્મચારીઓની નિમણૂકનો લાભ સ્થાનિક કર્મચારીઓને મળશે.

જેની મદદથી તે ભક્તોને અનેક પૂછપરછના જવાબ આપી શકશે. રેલ્વે દ્વારા માંગાયેલા કર્મચારીઓ આરક્ષણ કર્મચારી, પૂછપરછ, સુરક્ષા કર્મીઓ, ટિકિટ કલેક્ટર્સ અને અન્ય કર્મચારીઓ છે. મુરાદાબાદ ડિવિઝનના એડીઆરએમ એન.એન.સિંહે જણાવ્યું હતું કે રેલવે મુખ્યાલયથી ચાર હજાર કર્મચારીઓની માંગ કરવામાં આવી છે. જે જુદા જુદા વિભાગમાંથી આવશે.

સાહિન-