અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આભ ફાટવાની ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોત
- અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 20મા મોત
- આજથી ફરીથી શરુ કરાઈ યાત્રા
શ્રીનગર – શુંક્રવારના રોજ અમરનાથ યાત્રા પર કુદરતી પ્રકોપ વર્તાયો હતો. અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આફ ફાટવાની ઘટના બની હતી જેમાં ગઈકાલ સુધી 16 લોકોના મોતનો એહેવાલ હતો જ્યારે હવે આજે મોતની સંખ્યા વધીને 20 પર પહોંચી ચૂકી છે.
આ સાથે જ અત્યાર સુધી અહીની બનેલી ઘટનામાં ૪૦ યાત્રાળુઓ ગુમ થયાના પણ સમાચાર હતા. બચાવ કાર્યમાં એનડીઆરએફ, આઈટીબીપીના જવાન જોતરાયા હતા .આ ઘટનામાં ૪૦ જેટલા ટેન્ટ તણાઈ ગયા હતા સાથે જ અહી ઉપસ્થિતિ લોકો પણ પાણીના પ્રવાહમાં તણાયા હતા કેટલાકના મૃતદેહ કાટમાળ નીચેથી દટાયેલા મળી આવ્યા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે ૮૦થી ૧૦૦ તંબુ અહી સ્થિતિ હતા. આભ ફાટતા પાણીની ઝપટમાં લગભગ ૪૦થી ૫૦ તંબુ નષ્ટ થયા હતા.
જે લોકો અહી ફસાયા છે તેમની પરિવારને ભાળ મળે તે હતુ થી જમ્મુ-કાશ્મીર પોલીસ હેલ્પલાઈન શરૃ કરવાની કવાયત હાથ ધરશે, જો બચાવ કામગીરીની વાત કરીએ તો વાતાવરણ હજુ પણ ખરાબ હોવાથી બચાવ કામગીરીમાં બાધા આવી રહી છે. આ યાત્રા દરમિયાન થયેલા મોતની સંખ્યા 16 પરથી 20 સુધી પહોંચી છે હાલ પણ અહી બચાવ કામગીરી ચાલુ છે આગળ જતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ 11 જુલાઈના રોજ અથવા તે પહેલાં નોંધાયેલા તમામ યાત્રીઓને ભગવતી નગર બેઝ કેમ્પમાં જવા માટે કહ્યું હતું. અત્યાર સુધીમાં, 84 યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે કારણ કે તેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા.