એક સમયે ફોર્ડ એ રતન તાતાને હેસિયત બતાવાની કરી હતી ભૂલ, તાતા મોટર્સ એવી ટક્કર આપી કે ‘ફોર્ડ’ને તાળા મારવાનો આવ્યો વખત
- ફોર્ડના બે એકમો ભારકમાં થશે બંધ
- એક સમયે રતન તાતાને હેસિયત બતાવાના કર્યા હતા પ્રયત્નો
- આજે રતન ટાટા વિશ્વમાં જાણીતું નામ છે
દિલ્હીઃ- ફોર્ડ મોટર્સે ભારતમાં બંને ઉત્પાદન એકમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાણંદ અને ચેન્નઈ એકમોમાં કામ કરતા 4 હજાર લોકોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયો છે . બે અબજ ડોલરના નુકસાનને કારણે કંપનીએ પીઠ બતાવી છે. કોઈ પણ કંપની આ પ્રકારની ખોટ ન જ વેઠી શકે.આ અમેરિકન કંપનીની સ્થિતિ ટૂંક સમયમાં આટલીકથળી જશે કોને ક્યા ખબર હતી? આ અમેરિકન કંપની એજ છે જેણે રતન ટાટાને ફોર્ડ એ તેના મુખ્ય મથક બોલાવીને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજે રતન ટાટાને આગંળી પર નચાવા જતી કંપરનીના વળતા પાણી આવ્યા છે.
જાણો રતન ટાટા સાથે ફોર્ડને લઈને શું બની હતી ઘટના
વર્ષ 1991 માં રતન તાતા ગ્રુપના ચેરમેન બન્યા. ત્યારે ટાટા મોટર્સને ટ્રકોના ઉત્પાદનમાં સૌથી મોટી કંપની તરીકે ઓળખવામાં આવતી હતી. વર્ષ 1998 માં ટાટા મોટર્સે કાર બનાવવાનું નક્કી કર્યું. ટાટા ઇન્ડિકા વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવી હતી. ભારતીય કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આ પ્રથમ આધુનિક ઈન્ડિગા કાર હતી. કંપનીએ તેના પર રાત -દિવસ કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે કાર બજારમાં ઉતારવામાં આવી ત્યારે અપેક્ષાઓ વધારે હતી. પરંતુ રતન ટાટાનું સપનું તૂટવાની આરે હતું
દિલ્હી-મુંબઈના રસ્તાઓ પર વરસાદ વચ્ચે કોઈપણ કારને સૌથી વધુ બ્રેકડાઉન થયું હોય તો તે ઈન્ડિકા કાર હતી. વર્ષ 1999 માં, તાતા ગ્રુપે કારના વ્યવસાયને સમાપ્ત કરવાની તૈયારી કરી. રતન ટાટા નિરાશ થયા. સ્ટીલ કંપનીને સોલ્ટનું બિરુદ આપનાર રતન તાતા માટે આ મોટો આંચકો હતો.
ફોર્ડ મોટર્સે બોલી લગાવી. તેમણે ટાટાને સંદેશ મોકલ્યો. તેના ઓટો મેન્યુફેક્ચરિંગ માટે જાણીતા, ડેટ્રાયટ, મિશિગન તળાવની દક્ષિણપૂર્વમાં, અમેરિકન ઉદ્યોગનું રત્ન માનવામાં આવે છે જ્યા ફોર્ડનું મુખ્ય મથક છે. રતન ટાટા અને તેમની ટીમ ભારે હૃદય સાથે ડેટ્રાયટ પહોંચ્યા. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી વાતચીતમાં રતન તાતા ને શરમનો સામનો કરવો પડ્યો હતો.
ફોર્ડ મોટર્સના ચેરમેન બિલ ફોર્ડે ભારતની સૌથી મોટી ઔદ્યોગિક વ્યક્તિને તેની હેસિયત દેખાડવાનો પર્યત્ન કર્યો. બિલ ફોર્ડે રતન ટાટાને કહ્યું કે જ્યારે તેમને પેસેન્જર કાર બનાવવાનો કોઈ અનુભવ નથી ત્યારે આ કામ શા માટે કરે છે.,અમે તમારી કારનો વ્યવસાય ખરીદીને તમારી તરફેણ કરીશું. રતન ટાટાને આ ઘટનાથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા, તે જ રાત્રે તેણે કારનો વ્યવસાય વેચવાનો નિર્ણય સ્થગિત કર્યો. આગલી ફ્લાઇટમાં, તેઓ તેમની ટીમ સાથે મુંબઈ પાછો ફર્યો.
રતન તાતાના ઈરાદાઓ હવે મજબૂત હતા, મન મક્કમ હતું મનમાં હવે ફોર્ડ કંપનીને સબક શિખાવાનું નક્કી કરી લીઘુ હતું, એક વિદેશી કંપનીે દેશની નામાંકિત વ્યક્તિને ઓકાત દેખાડવાના પ્રયત્ન કર્યા હતા, જો કે તાતા માટે આ પડકાર મોટો હતો. એક વૈશ્વિક કંપની જેની આખી દુનિયામાં પ્રતિષ્ઠા હતી. ફોર્ડ મોટર્સ, કાર સેગમેન્ટનો રાજા હતી તેને ટક્કર આપવી એક સાહસનું કામ અને સતત મહેનક માંગી લે તેવું હતું.
વર્ષ 2008 તાતા માટે ખુશખબર લઈને આવ્યું ,છેવટે તેમની મહેનત રંગ લાવી , ટાટા મોટર્સ પાસે બેસ્ટ સેલિંગ કારની લાંબી લાઇન હતી. આખી દુનિયા પર પ્રભુત્વ મેળવવા માટે કંપની કાબીલ હતી. બીજી બાજુ, ફોર્ડ મોટર્સની હાલત ઘીમે ઘીમે ખરાબ થઈ રહી હતી. કાર વેચીને નફો મેળવવો મુશ્કેલ બની રહ્યો હતો. 2008 માં, રતન તાતાએ પાસા ફેરવ્યા અને બિલ ફોર્ડને તેમની હેસિયત બતાવી જ દીધી.
ટાટા મોટર્સે ફોર્ડની લેન્ડ રોવર અને જગુઆર બ્રાન્ડ ખરીદવાની ઓફર કરી હતી. આ બંને કારનું વેચાણ ત્યારે ખૂબ ખરાબ હતું. ફોર્ડને મોટું નુકસાન થયું હતું. ફોર્ડની ટીમ મુંબઈ આવી. બિલ ફોર્ડે કહેવું પડ્યું – તમે અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. જો રતન ટાટા ઈચ્છતે તો આ બંને બ્રાન્ડ બંધ કરી શક્યા હોત. પરંતુ રતન ટાટા એ આ કર્યું નહીં. જ્યારે લંડન ફેક્ટરી બંધ થવાની અફવાઓ ફેલાઈ ત્યારે રતન તાતા કામદારોની ભાવનાઓને સમજી ગયા. એકમને પહેલાની જેમ કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.આજે લેન્ડ રોવર અને જગુઆર વિશ્વની બેસ્ટ સેલર કંપની છે, અને તાતા મોટર્સ વિશ્વની નામાંકિત કંપનીમાં એક છે,