Site icon Revoi.in

‘PM મોદીના કહેવા પર અદાણી ગૃપને પ્રોજેક્ટ મળ્યો’, આ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર આધિકારીને પાણીચું

Social Share

દિલ્હીઃ અદાણી જૂથને શ્રીલંકામાં  મળેલા પવન ઉર્જા પ્રોજેક્ટ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, કે આ બાબતે તેમણે સોમવારે રાજીનામું આપ્યું હતું. એક દિવસ પહેલા આ અધિકારીઓએ તેમના નિવેદનને ફેરવી તોડ્યું હતું.

વાત જાણે એમ છે કે, આ અધિકારીએ દેશની સંસદીય સમિતિ સમક્ષ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદાણી જૂથને પ્રોજેક્ટ આપવા માટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને કથિત રીતે પ્રભાવિત કર્યા હતા. આ રીતે તેઓએ આડકતરી રીતે પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

જો કે અદાણીએ આ મામલે વિતેલા દિવસે જ પોતાની પ્રતિક્રીયા આપી હતી અને જણાવ્યું હતું કે , “શ્રીલંકામાં રોકાણ કરવાનો અમારો હેતુ મૂલ્યવાન પાડોશીની જરૂરિયાતો પૂરી કરવાનો છે. એક જવાબદાર કંપની તરીકે, અમે તેને ભાગીદારીના એક આવશ્યક ભાગ તરીકે જોઈએ છીએ જે અમારા બંને દેશોએ હંમેશા વહેંચી છે. આ મુદ્દો શ્રીલંકાની સરકાર દ્વારા પહેલેથી જ ઉઠાવવામાં આવ્યો છે.”

આ અંગે શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજયશેખરે જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની પાવર કંપની સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધ્યક્ષ MMC ફર્ડિનાન્ડોનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ફર્ડિનાન્ડોએ શુક્રવારે કમિટી ઓન પબ્લિક એન્ટરપ્રાઇઝિસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમને ગયા વર્ષે નવેમ્બરમાં એક બેઠક બાદ પદ આપ્યું હતું.

અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ રાજપક્ષેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રોજેક્ટ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથને સોંપવા કહ્યું હતું. જોકે, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદીય સમિતિ સમક્ષ ફર્ડિનાન્ડોના નિવેદનને સ્પષ્ટ પણે નકારી કાઢ્યું હતું. આ મામલે ભારત સરકાર તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.