દૂન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ વિદ્યાર્થીઓને જ્ઞાનના મોતી પીરસ્યા – કહ્યું ‘માતૃભુમિ,માતૃભાષા અને મા નું કરવું જોઈએ સમ્માન’,
- રાષ્ટ્રપતિ મુર્મૂએ દિક્ષાંત સનમારોહમાં આપી હાજરી
- દૂન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપ્યું જ્ઞાન
દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિતેલા દિવસને શુક્રવારે ઉત્તરાખંડેની દૂન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી આ સાથે જ તેમણે આ સમારોહમાં કુલ 36 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી આપીને સન્માનિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં વર્ષ 2021ના સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીના 669 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીં રાષ્ટ્રીય સ્તરની ઘણી સંસ્થાઓ છે, જેમાં ભારતીય મિલિટરી એકેડમી, ઈન્ડિયન વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ, લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી, ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયન પેટ્રોલિયમ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને ગોવિંદ બલ્લભ પંત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ ધરાવે છે. .
આ કાર્યક્રમ દરમિયાન તેમણે સભાને સંબોધી હતી અને વિદ્યાર્થીઓને જ્ઞાનના મોતી પીરસ્યા હતા, તેમણે કહ્યું કે શિક્ષા જ તે માધ્યમ છે જે સમગ્ર રાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ ટેકનિકલ કૌશલ્યોથી વધુ સજ્જ બને અને પોતે રોજગાર શોધવાને બદલે અન્યને રોજગારી આપે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ માતૃભૂમિ, માતૃભાષા અને માતાનું સન્માન કરવું જોઈએ. જો તેમનું સન્માન નહીં કરવામાં આવે તો આપણી ઓળખનો કોઈ અર્થ નથી અર્થાત આપણી ઓળખ નષ્ટ થઈ જશે.
વધુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે મને ખુશી છે કે દૂન યુનિવર્સિટીમાં પુસ્તક ભાષાની સાથે સ્થાનિક લોકભાષાઓ ગઢવાલી, કુમાઉની અને જૌનસારી પણ ભણાવવામાં આવે છે.આ દિવસની સ્મૃતિ આ વિદ્યાર્થીઓની જીવન યાત્રાનો સૌથી યાદગાર અનુભવ રહેશે. ,