દિલ્હી:NDMCના બે દિવસીય G-20 ફૂડ ફેસ્ટિવલમાં રાજધાનીના રહેવાસીઓ દેશ-વિદેશના પ્રખ્યાત ભોજનનો સ્વાદ ચાખી શકશે.તાલકટોરા સ્ટેડિયમમાં શનિવાર અને રવિવારે યોજાનાર આ ફૂડ ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યો અને 11 હોટેલ ભાગ લઈ રહી છે.આ ઉપરાંત કૃષિ મંત્રાલય પણ તેના સ્ટોલ લગાવી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય અને ભારતીય પરંપરાગત ખાદ્ય પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરતા 43 ફૂડ સ્ટોલ હશે. NDMC સભ્ય કુલજીત ચહલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચાર G-20 દેશો ચીન, તુર્કી, જાપાન અને મેક્સિકો તેમના રાષ્ટ્રીય ભોજન સાથે ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, દિલ્હી, બિહાર, પંજાબ, કાશ્મીર, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મણિપુર અને મેઘાલયની પ્રખ્યાત વાનગીઓ લોકો માટે ઉપલબ્ધ રહેશે.
તેવી જ રીતે 11 થી વધુ હોટેલ તાજ પેલેસ, તાજમહેલ, ધ કનોટ, તાજ એમ્બેસેડર, લે મેરીડીયન, આઈટીસી મૌર્ય, ધ પાર્ક, ધ ક્લેરિજ, ધ લલિત, સિટી પાર્ક, ફૂડ ફિએસ્ટા, મંચ ફિટ મિલેટ્સ ફૂડ પણ તેમનાં ખાસ ખાદ્યપદાર્થો સાથે આવી રહ્યા છે
ફૂડ ફેસ્ટિવલમાં કૃષિ મંત્રાલય ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સની થીમ પર આઠ સ્ટોલ લગાવશે. મધર ડેરી તેની દૂધની બનાવટો પણ રજૂ કરશે. તેમણે માહિતી આપી હતી કે એનડીએમસી ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ થીમ પર જી-20 ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.