ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટમાં પીએમ મોદીએ એ કહ્યું કે યુપીએ નવી ઓળખ બનાવી છે – જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો
- પીએમ મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટનું કર્યું ઉદ્ઘાટન
- આ દરમિયાન પીએમ મોદી એ કહ્યું કે યુપીએ એક નવી ઓળખ બનાવી છે
લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટિનું ઉદ્ધાટન કર્યું હતું આ દરમિયાન તેમના ભાષણમાં તેમણે ઉત્તરપ્રદેશની ગાથા વર્ણવી હતી તેમણે ઉત્તરપ્રદેશના વખામ કર્યા હતા આ સમિટ 3 દિવસ ચાલવાની છે.વડાપ્રધાનની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હતા.
પીએમ મોદી લખનૌમાં મુખ્ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ 10-12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. સમિટમાં રોકાણકારોને આવકારતા મોદીએ તેમને ઉત્તર પ્રદેશના આરોગ્ય, શિક્ષણ, હરિયાળી વૃદ્ધિ અને સામાજિક માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવા વિનંતી પણ કરી હતી.અને ઉત્તરપ્રદેશના કાર્યો પણ ગણાવ્યા હતા.
પીએમ એ ડિજીટલ ક્ષએત્રની વાત કરતા કહ્યું હતું કે આજે ભારતમાં સોશિયલ, ડિજિટલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા કામનો યૂપીને પણ મોટો ફાયદો થયો છે. ડઝનેક પુરાતન કાયદાઓ નાબૂદ કર્યા છે અને આજે ભારત ખરેખર માપદંડના માર્ગ પર જોવા મળે છે.
આ સાથે જ તેમણે કહયું કે ઉત્તર પ્રદેશે વેપાર કરવાની સરળતા સાથે રાષ્ટ્રનો “વિચાર અને અભિગમ બદલી નાખ્યો છે અને તે “આજે, ઉત્તર પ્રદેશ સુશાસન, શાંતિ, કાયદો અને વ્યવસ્થા અને સ્થિરતા માટે જાણીતું પણ બન્યું છે.
જાણો પીએમ મોદીએ આ સમિટમાં કહેલી કેટલીક વાતો
- પીએમ મોદીએ કહ્યું કે એક તરફ ડબલ એન્જિન સરકારનો ઈરાદો અને બીજી તરફ શક્યતાઓથી ભરપૂર ઉત્તર પ્રદેશ, આનાથી સારી ભાગીદારી હોઈ શકે નહીં. વિશ્વની સમૃદ્ધિ ભારતની સમૃદ્ધિમાં સમાયેલી છે.
- ઉત્તર પ્રદેશે છેલ્લા 5 થી 6 વર્ષમાં એક નવી ઓળખ બનાવી છે. તેમણે કહ્યું- ‘હવે યુપીની ઓળખ સુશાસન સાથે થઈ રહી છે. હવે યુપી બહેતર કાયદો અને વ્યવસ્થા, શાંતિ અને સ્થિરતા માટે જાણીતું છે.
- આ સાથે જ તેમણે કહ્યું કે હવે અહીં સંપત્તિ સર્જકો માટે નવી તકો ઊભી થઈ રહી છે.
- આ સહીત કહ્યું હતું કે ટૂંક સમયમાં યુપી દેશના એક માત્ર એવા રાજ્ય તરીકે જાણીતું થશે જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દ્વારા યુપી સીધું દરિયાઈ માર્ગે ગુજરાત સાથે જોડાશે.