Site icon Revoi.in

ગોંડલ યાર્ડમાં મરચાની ધૂમ આવક, ખરીદી માટે પરપ્રાંતના વેપારીઓ ઉમટી પડ્યા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલનું માર્કેટ યાર્ડ મોટું ગણાય છે. ખરીફ અને રવિપાકની જણસોથી માર્કેટયાર્ડ કાયમ ધમધમતુ જોવા મળતું હોય છે. ગોંડલ અને આજુબાજુના તાલુકાની ફળદ્રુપ જમીનને કારણે ખેત ઉત્પાદમાં આ પંથક મોખરે રહેતો હોય છે. હાલ લાલા મરચાનું સારૂએવું ઉત્પાદન થયુ છે. મોટી સંખ્યામાં ખેડુતો લાલ મરચાના વેચાણ માટે માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. ત્યારે પરપ્રાંતના વેપારીઓ પણ લાલ મરચાની ખરીદી કરવા માટે આવ્યા છે. આમ માગ વધતા ખેડુતોને સારા ભાવ મળી રહ્યા છે.
ગોંડલ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અવ્વલ નંબર ધરાવતા ગોંડલ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ગયા પછી હવે વધવા લાગી છે. યાર્ડમાં સાનિયા, રેવા, 307, 702, તેજા અને કાશ્મીરી મરચાની  રાજિંદી 1000થી 1200 ભારીની આવક જોવા મળે છે. ગોંડલિયા મરચાની ખરીદી કરવા કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, એમ.પી, યુ.પી, અને મહારાષ્ટ્ર ના વેપારી યાર્ડમાં આવી પહોંચ્યા છે. ગોંડલમાં સરેરાશ 8 દિવસમાં 8000 ભારી મરચાની આવક થઈ હતી.  હરાજીમાં 20 કિલોના મરચાના રૂ. 3500થી 5000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વખતની સરખામણીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.

ગોંડલમાં મરચાની ખરીદી કરવા આવેલા રાજસ્થાનના બિકાનેરના વેપારીઓએ  જણાવ્યું હતું કે અમે 5 વર્ષથી યાર્ડમાં મરચાં લેવા માટે આવી છીએ. રાજસ્થાન તરફ રીંકલવાળા (સાનિયા, રેવા) મરચાની માગ વધુ છે. એ મરચાની આવક વધારે ગોંડલ યાર્ડમાં આવે છે. પહેલા મધ્યપ્રદેશમાં મરચાની ખરીદી કરવા જતાં હતા પણ 2 વર્ષથી વાઈરસની ફરિયાદો આવે છે એટલે ગોંડલથી ખરીદી કરીએ છીએ.  ગોંડલ માર્કાટિંગ યાર્ડના સેક્રેટરી તરૂણ પાંચાણીએ જણાવ્યું હતું કે ગોંડલિયા મરચાંની રાજિંદા 1200થી 1500 ભારીની આવક જોવા મળે છે મરચાંની ખરીદી કરવા  કર્ણાટક, રાજસ્થાન, યુ.પી, એમ.પી, તેલંગણા, કેરેલા, સહિતના રાજ્યોમાંથી વેપારીઓ મરચાની ખરીદી કરવા ગોંડલ માર્કટ યાર્ડ આવી પહોંચ્યા છે,