IFFI 2022 ફેસ્ટિવલમાં 75 યુવાનોને 53 કલાકમાં શોર્ટ ફિલ્મ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો, જેમાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી મણિરત્નમ કરશે
ગોઆ: ગોઆમાં કોરોનાકાળ પછી બે વર્ષે આખરે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઇ રહ્યો છે. જે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમ્યાન આયોજિત થશે. આ ફેસ્ટિવલમાં યુવા નિર્દેશકોને 50 કલાકની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા રાખવામ આવી હતી, જેમાં દેશ્ભાર્માંનાથી લાગ્બહ્ગા હજારેક યુવાનોએ ભાગ લીધો હતો અને તેમાંથી આજે ફાઈનલ 75 યુવાનોને પ્રસૂન જોશી, આર. બાલ્કી અને અન્ય લોકોની નિર્ણાયક સમિતિ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને આ 75 યુવાનોને ‘ક્રિએટિવ માઈન્ડસ ઓફ ટુમોરો’ ની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યા છે. આમાં જુદી જુદી 100 થીમ પર ૧૯ રાજ્યોના 18 થી 35 વર્ષની વયના 1000 યુવા નિર્દેશકોએ આવેદન કર્યું હતું.
પસંદ થયેલાં યુવાનોમાં દિલ્હી, ગોઆ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, મણીપુર, રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, ઓડીશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળના યુવાનો સામેલ છે. આ યુવાનો માટે આવવા-જવાની, ગોઆમાં રહેવાની અને ટ્રેનિંગની પણ સગવડ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર, યુકેની એક કંપની આ યુવાનોને શોર્ટ ફિલ્મ બનાવવામાં મદદ કરશે. આ યુવાનો જે ફિલ્મ બનાવશે, તેમની ફિલ્મનું આકલન મણિરત્નમ કરશે અને જે સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હશે તેને આ ફેસ્ટિવલમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે. અને 25 નવેમ્બરે તે અંતર્ગત પુરસ્કાર પણ આપવમાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મને પણ આ ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું છે, તો બીજી તરફ હોરર ફિલ્મોનો પણ દબદબો રહેશે, એતવું જાણવા મળેલ છે.
(ફોટો: ફાઈલ)