Site icon Revoi.in

અમદાવાદના ટાગોર હોલમાં મ્યુનિની ના છતાં મોટી ઉંમરના લોકો વેક્સિન લેવા ઉમટ્યાં

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશને અગાઉ 60 વર્ષથી વધુ વયના અને ત્યારબાદ 45 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના વિરોધની વેક્સિન આપાવવા માટે ઝુંબેશ શરૂ કરી હતી. લોકોને વારંવાર વેક્સિન લેવાની અપિલ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં ઘણી સોસાયટીઓમાં પણ વેક્સિનના કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. છતાં ઘણા આળસુ લોકો વેક્સિન લેવાથી અગળા રહ્યા હતા. હવે જ્યારે 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે યુવાનોનો ધસારો થતા અને વેક્સિનનો જથ્થો ખૂટી પડતા મ્યુનિ.એ 45 વર્ષથી વધુ વયના લોકો માટે કામચલાઉ રસીકરણ બંધ કરતા છતાં પણ કેટલાક લોકો આજે પાલડી ટાગોર હોલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર સહિતના વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન લેવા પહોંચ્યા હતા. આજે વેક્સિનેશન બંધ હોવાથી નિરાશ થઇને તેમણે પરત જવું પડી રહ્યુ છે. વેક્સિનનો જથ્થો ન હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન 45 વર્ષથી ઉપરના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિનનો જથ્થો ન હોવાના કારણે મંગળવારે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને જ્યા સુધી વેક્સિનનો જથ્થો નહી આવે ત્યા સુધી આપવામાં નહી આવે તેવી જાહેરાત કરી છે. માત્ર 18થી 44 વર્ષના વયજુથના લોકોને રજિસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી આપવામાં આવશે. કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં જે લોકો એક ડોઝ વેક્સિનનો લઇ ચુક્યા છે. તેઓને ફરી વેક્સિનનો ડોઝ ક્યારે મળશે તે હજી સ્પષ્ટ થયું નથી. આજે કેટલાક લોકો રસી લેવા આવ્યા હતા તેઓએ રોષ ઠાલવ્યો હતો કે આ રીતે કોરોનાં સામે ગુજરાત કઈ રીતે જીતશે. 45 વર્ષથી ઉપરની વ્યક્તિ, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર રજિસ્ટ્રેશન સિવાય જ કોઇપણ વેક્સિનેશન સેન્ટર પર પહોંચી જાય છે. તેમને વેક્સિન આપવાને કારણે ટાઇમ લઇને આવેલા નાગરીકોને ધક્કો પડી રહ્યો છે.