લગ્નની જ્યારે પણ વાત આવે ત્યારે, સૌથી પહેલા તો દરેક સ્ત્રીના મનમાં પહેલો વિચાર તૈયાર થવાનો આવેે, જો કે આ વાતમાં કોઈ નવાઈ પણ નથી, કારણ કે મોટાભાગના લોકો એવું માને છે કે સુંદરતા એ તે સ્ત્રીઓનું ઘરેણુ છે. પણ આજે એવી વાત જાણીશું કે જેના વિશે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે નહી.
વાત એવી છે કે લગ્નની સિઝનમાં સ્ત્રીઓ તો તૈયાર થાય છે પણ પુરુષોએ પણ તૈયાર થવું જોઈએ, કારણ કે મોટાભાગના છોકરાઓને ખબર નથી હોતી કે લગ્નના દિવસે તેમને પણ મેકઅપ કરાવવો પડે છે, જેથી તેઓ પણ તેમના જીવનના ખાસ દિવસે સૌથી સ્માર્ટ દેખાઈ શકે.
દરેક કન્યા તેના લગ્ન માટે શ્રેષ્ઠ પાર્લર બુક કરાવે છે, જેથી તેનો મેકઅપ લાંબો સમય ચાલે અને તે સૌથી સુંદર દેખાય, પરંતુ વરરાજા આનું ધ્યાન રાખતા નથી.
જો કે વરરાજાએ પણ તૈયાર થવા માટે વરરાજાએ તેના લગ્નના દિવસે સૌથી પહેલા ક્લીન્ઝિંગ મિલ્કની મદદથી તેનો ચહેરો સાફ કરવો જોઈએ. જેથી ચહેરા પરની ગંદકી યોગ્ય રીતે સાફ થઈ જાય. શુષ્ક હોઠ તમારા સમગ્ર દેખાવને બગાડી શકે છે. આવી સ્થિતિમાં કાં તો લિપ બામ લગાવો અથવા જો તમે ઈચ્છો તો હળવા રંગની લિપસ્ટિક લગાવી શકો છો. સીરમ લગાવ્યા પછી સ્કિન ટોન પ્રમાણે કલર કરેક્ટરનો ઉપયોગ કરો. જેથી ચહેરા પરના ડાઘ-ધબ્બા છુપાઈ જાય. જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ હોય તો તેને કલર કરેક્ટર વડે ચોક્કસપણે છુપાવો.