- યુએનમાં ભારતે ન્યુક્લિયર સ્ટેશન પર હુમલા અંગે ચેતવણ ીઆપી
- પર્યાવરણ પર જતાવી ચિંતા
દિલ્હીઃ- વિશ્વભરમાં રશિયાની નિંદા કરવામાં આવી રહી છે, યુક્રેન પર સતત હુમલો કરીને કેચલા શહેરોને પોતાની બાનમાં લઈ રહેલું રશિયા હાલ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે વિતેલા દિવસે રશિયાએ પોતાની હદ વટાવી હતી,યુક્રેનમાં જોપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર રશિયાએ કરેલા હુમલા બાદ યુરોપદેશોની ચિંતા વધી છે.
આ હુમલા પછી ભારતે પણ યુએનમાં પર્યાવરણ મામલે ચિંતા વ્યક્ત કરી છે.વિતેલા દિવસને શુક્રવારે દેશે ચેતવણી આપી હતી કે પરમાણુ સુવિધાઓને લગતી કોઈપણ દુર્ઘટના જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર રીતે અસર કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનમાં ઉદ્ભવતા માનવીય સંકટને સમજવું જોઈશે.
રશિયાના યુક્રન પર આકરા વલણ વચ્ચે આ હુમલાને લઈને ટીકા કરવામાં આનવી રહી છએ ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટિએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે, ભારત પરમાણુ પ્લાન્ટની સપરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વધુ મહત્વ આપે છે, કારણ કે પરમાણુ મથકો સાથે જોડાયેલા અકસ્માતો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે યુએન સુરક્ષા પરિષદની 15 સભ્યોની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. ભારતે યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટ અને સ્ટેશનોની સુરક્ષા સાથે જોડાયેલી બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.આ બેઠકમાં હુમલાની નિંદા કરતા ટીએસ મૂર્તિએ કહ્યું હતું કે ભારત ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ની સુરક્ષા અને દેખરેખ પ્રવૃત્તિઓને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે.