- પીએમ મોદીની યુએનમાં આતંકવાદ સાને લલકાર
- પાકિસ્તાનનું નામ લીધા વિના પાક પર સાધ્યું નિશાન
- ચીનને આપી ચેતવણી
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને શનિવારના રોડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી, આ સમય દરમિયાન તેમણે પાકિસ્તાનને નામ લીધા વિના આડે હાથ લીધું હતું અને આતંકીઓને આશ્રય આપનારાઓ હવે સુધરવું જોઈએ તેમ કહ્યું હતું.
પીએમ મોદી એ કિસ્તાનની નિંદા કરી હતી. કારણ કે જે દેશો આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે તેમને સમજવું પડશે, કે તે તેમના માટે પણ મોટૂ જોખમ છે. મોદીએ પોતાના સંબોધનમાં અફઘાનિસ્તાનના મુદ્દે વિશ્વને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વિશ્વએ એ સુનિશ્ચિત કરવું પડશે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ
પોતાના સંબોધનમાં મોદીએ આતંકવાદ પર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 માં વર્ષમાં 75 સ્વદેશી બનાવેલા ઉપગ્રહો અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે કેટલાક દેશો આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે વિશ્વ રુઢીવાદી વિચારસરણી અને ઉગ્રવાદના ખતરાનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાને અફઘાનિસ્તાન મુદ્દે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થવો જોઈએ.
આ સાથે જ તેમણએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સાવચેત રહેવાની જરૂર છે કે કોઈ પણ દેશ પોતાના નાણાં માટે ત્યાંની નાજુક પરિસ્થિતિનો ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરે. આ સમયે અફઘાનિસ્તાનના લોકો, મહિલાઓ, લઘુમતીઓ વગેરેને મદદની જરૂર છે .
તેમણે ભારતના પ્રખ્યાત રાજદ્વારી ચાણક્યના વિચારને ટાંકીને તેનો ખુલાસો કર્યો. ચાણક્યએ સદીઓ પહેલા કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં આવતું નથી, ત્યારે જ સમય તે કામની સફળતાને નિષ્ફળ બનાવે છે. તેથી, યુનાઇટેડ નેશન્સે પોતાનો સુધારો કરવો પડશે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નો કોવિડ, આતંકવાદ અને અફઘાન સંકટથી વધુ ઊંડા થયા છે.
મોદીએ પોતાના સંબોધનમાં પરોક્ષ રીતે ચીનને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણા મહાસાગરો પણ આપણી સામાન્ય વારસો છે. જેને વિસ્તરણ અને તાકાતના બળ દ્વારા પકડવાથી બચાવવું પડશે. વિશ્વએ એક સાથે અવાજ ઉઠાવવો પડશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરું છું કે જેને મધર ઓફ ડેમોક્રેસિનું ગૌરવ છે. લોકશાહીની આપણી હજારો વર્ષ જૂની પરંપરા રહી છે. આ 15 મી ઓગસ્ટના રોજ, ભારતે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કર્યો. આપણી વિવિધતા એ આપણી મજબૂત લોકશાહીની ઓળખ છે. ડઝનેક ભાષાઓ ધરાવતો દેશ. ત્યાં સેંકડો બોલીઓ, વિવિધ જીવનશૈલી અને ખોરાક છે. તે ભારતની લોકશાહીની તાકાત છે