- ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું
- સંયુક્ત રાષ્ટ્રમાં ફરી વખત લપાડ લગાવી
દિલ્હીઃ- પાકિલ્તાન અવારનવરા પોતાની હરકતોનું પુનરાવર્તન કરતું જોવા મળે છે, ત્યારે પાકિસ્તાનની આ હરકતથી સંયુક્ત રાષ્ટ્રમાં ઘણું સાંભળવું પડે છે, છત્તા પણ ફરી વખત દરેક બાબતે પાકિસ્તાન પોતાની જ ચલાવીને પોતાના જ મોહ પર તમાચ ખાય છે,ત્યારે ફરી એક વખત ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર એ અમરનાથે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાની પ્રતિનિધિને કહ્યું કે તમે અહીં શાંતિ અને સલામતીની વાત કરી રહ્યા છો અને તમારા વડાપ્રધાન ઇમરાન ખાન ઓસામા બિન લાદેન જેવા વૈશ્વિક આતંકવાદીને શહીદ તરીકે મહિમા આપે છે.
ભારતની પ્રથમ સમિતિ એટલે કે નિરશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પરની સામાન્ય ચર્ચામાં,એ અમરનાથે કહ્યું કે, વૈશ્વિક આતંકવાદના કેન્દ્ર તરીકે પાકિસ્તાન, યુએનના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા વગર, વારંવાર તેના પડોશીઓ સામે સરહદ પાર આતંકવાદમાં સામેલ રહ્યું છે. બહુપક્ષીય મંચમાં જૂઠાણા ફેલાવવાનો પાકિસ્તાનનો ભયાવહ પ્રયાસ સામૂહિક તિરસ્કારને પાત્ર છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભારતે પાકિસ્તાનને આઈનો બતાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં સામાન્ય લોકો અને લઘુમતીઓ પર ક્રૂરતા ભર્યુ વર્તન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ઉપરાંત તેઓ ભારત વિરુદ્ધ ખોટા નિવેદનો આપી રહ્યા છે. આ પ્રકારનો ભ્રમ ફેલાવતા દેશની સામૂહિક રીતે નિંદા થવી જોઈએ. આવા લોકો તેમની માનસિકતાને કારણે સહાનુભૂતિને પાત્ર છે. તેમણે કહ્યું કે અમે સાંભળી રહ્યા છીએ કે પાકિસ્તાન ‘આતંકવાદનો શિકાર’ છે. પરંતુ આ તે દેશ છે જેણે પોતાને આગ લગાવી દીધી છે. તે આતંકવાદીઓને એવી આશામાં પ્રોત્સાહન આપે છે કે તેઓ પડોશીઓને નુકસાન પહોંચાડશે. પાકિસ્તાનના કારણે સમગ્ર વિશ્વ ભોગ બન્યું છે.