સુરતની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર હતી, સૌ કોઈની નજર , કતાર ગામના AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા હાર તરફ
અમદાવાદ : ગુજરાતમાં સુરતના હાઈ પ્રોફાઈલ સીટ કતારગામ બેઠકના ચૂંટણી પરિણામ પર સૌની નજર છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે ભાજપાના ઉમેદવાર વિનોદ મોરડિયા હરીફ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કરતાં આઠ હાજર મતોથી આગળ છે. ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આ જ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રજાપતિ સમાજના કલ્પેશ વારિયા છે. સમગ્ર આંકડાઓ પર નજર કરીએ તો ૧૫૨ બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહી છે. ૧૯ બેઠક ઉપર કોંગ્રેસ અને ૬ બેઠક ઉપર આપ આગળ ચાલી રહી છે
2015માં પાટીદાર આંદોલનમાં સક્રિય રહેલા ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યમાં પાર્ટીની કમાન પણ તેમને સોંપી છે. ઉલ્લેખનીય છે કે આપના ગુજરાતમાં બે સ્ટાર પ્રચારકોમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી છે.
(ફોટો: ફાઈલ)