Site icon Revoi.in

આજથી ATF ના દરોમાં નોંધાયો વધારો – હવે વિમાન મુસાફરી કરવી પહે મોંધી પડશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર ચાલી રહ્યો છએ પેટ્રોલ ડિઝનના ભાવતો રુપિયા 100 સુધી પહોચ્ ીજ ચૂક્યા છે જો કે આજે જનતાને એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટી રાહત પણ મળી છે ,તો બીજી તરફ હવે વિમાનની યાત્રા કરવી વધુ મોંધી પડી શકે છે આજે એટલે કે 1 લી નવેમ્બરથી વિમાનના ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મહિનાની શરૂઆત હવાઈ મુસાફરી મોંધી થવાના સમાચાર મળી રહ્યા  છે. કેન્દ્ર સરકારે ATFની કિંમતોમાં ફેરફાર કરીને તેને પહેલા કરતા  વધુ મોંઘું કરી દીધું છે. જેની સીધી અસર હવાઈ પ્રવાસીઓ પર પડશે.

ઉલ્લેખનીય છે કે  દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ-ડીઝલથી લઈને ગેસ સિલિન્ડર અને એટીએફના ભાવમાં ફેરફાર થાય છે. આ વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત હજુ પણ સમાન છે.તો એટીએફના દરો પણ વધારાયા છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, 1 ઓક્ટોબરે જાહેર કરાયેલા ATFના ભાવમાં 4.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જો કે નવેમ્બરના આરંભમાં જ તેમાં ફરી વધારો નોંધાયો છે.ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભાવ વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે. IOCL આજરોજ  મંગળવારે સવારે નવી એટીએફ કિંમતોની યાદી બહાર પાડી છે. જે મુજબ હવાઈ ઈંધણના દરમાં 4842.37 રૂપિયાનો વધારો થયો છે. 

દેશની રાજધાની દિલ્હીમાં એટીએફનો રેટ વધીને 120,362.64 રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગયો છે. તે જ સમયે, તે કોલકાતામાં રૂ. 127,023.83 પ્રતિ કિલોલીટર, ચેન્નાઇમાં રૂ. 124,998.48 પ્રતિ કિલોલીટર અને મુંબઇમાં રૂ. 119,266.36 પ્રતિ કિલોલીટરના સ્તરે પહોંચી ગયો છે.