અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટોઃ આકાશ વાદળ છવાયાં
- વાદળછાયા વાતાવરણ સાથે ઠંડો પવન ફુંકાયો
- શહેરના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ
- વાતાવરણમાં પલટાથી ગ્રામ્ય વિસ્તાના ખેડૂતો ચિંતિત
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ સવારથી આકાશ વાદળોથી છવાયેલુ રહેવાની સાથે ઠંડો પવન ફુંકાયો હતો. જ્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. સવારથી જ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આકાશ વાદળ છાયું રહ્યું હતું. તેમજ ઠંડા પવન ફુંકાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન અમદાવાદ શહેરના બાપુનગર, નિકોલ, નરોડ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં અને ગાંધીનગરના કલોલમાં કમોસમી કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. તેમજ ખેડતમાં ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની ચિંતા વ્યક્ત કરી હતી.