- ATS કાનપુર અને દેવબંધમાંથી બે શંકાસ્પદ આતંકીની ઘરપકડ
- આતંકીઓનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન
દિલ્હી – ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી એ દેશ વિરોધી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈનામુલ હકની સહારનપુરના દેવબંદથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત જાણકારી ઈનામુલ હક એક વ્યક્તિના માધ્યમથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો અને તે હથિયાર અને તાલીમ માટે પાકિસ્તાન જવા માટે રવનાવા થવાનો હતો. અન્ય એક કેસમાં 25 હજારનું ઈનામ ફરાર કુર્બન અલીની કાનપુર નગરથી ધરપકડ કરવામાં આવી છે. ATSને તેમની દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાની માહિતી મળી હતી.
એટીએસના જણાવ્યા પ્રમાણે, ઈનપુટ મળી રહ્યા હતા કે કેટલાક લોકો દેવબંધમાં હોસ્ટેલમાં રહીને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી એટીએસની ટીમે દેવબંધ સ્થિત નજમી મંઝિલના રૂમ નંબર-19 પર દરોડા પાડીને ત્રણ યુવકોને ઝડપી લીધા હતા. તેની પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી મળી. ATSએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ યુવકનું નામ ઈનામુલ હક ઉર્ફે ઈનામ ઈમ્તિયાઝ છે,
કાનપુરમાંથી ધરપકડ કરાયેલ કુર્બાન અલી 2013થી ફરાર થયેલો હતો. 25 હજારના ઈનામી આરોપી કુર્બાન અલીની કાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસના લખનૌ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં તે વોન્ટેડ હતો.ATSની કસ્ટડીમાં આવેલા આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા અન્ય લોકોને પણ જેહાદ માટે પ્રેરિત કરતા હતા તે વાતનો પણ ખુલાસો થયો છે.આ આતંકી પાકિસ્તાનમાં ટ્રેનિંગ માટે જવાનો હતો. તે જ સમયે, ઈનામુલ અન્ય વ્યક્તિ દ્વારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સાથે જોડાયેલો હતો. જેથી તેને લશ્કર પાસેથી હથિયારો મળી શકે.