અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ થલતેજ વિસ્તારમાં પ્રોપર્ટી બાકી હોવાથી સીલ મારવા ગયેલા મ્યુનિ.ના ઈજનેર સહિત કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા બાદ નિવૃત આઈએએસ અધિકારીના પૂત્રએ મ્યુનિ.ના ઈજનેર પર છરી વડે હુમલો કર્યો હતો. ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા હુમલો કરાયો હતો. આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટાફ ઉપર પૂર્વ IAS અધિકારીના પુત્રએ હુમલો કરતાં મામલો ગરમાયો છે. અમદાવાદ મ્યુનિ.ની ટીમ થલતેજ વિસ્તારમાં ટેક્સની વસૂલાત માટે ગઈ હતી, અને ટેક્સ ભરવાનું કહેતાં જ પૂર્વ IAS અધિકારીના પુત્ર સાથે માથાકૂટ થઈ હતી. અને મ્યુનિ. સ્ટાફ પર નિવૃત્ત IAS ના પુત્રે ચાકુથી હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત IAS અધિકારી AMC માં કમિશનર રહી ચૂકેલા છે. આ મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. કહેવાય છે કે, નિવૃત આઈએએસના પૂત્રએ મહિલા કર્મચારી સાથે પણ અભદ્ર વર્તન કર્યુ હતું. આ મિલકત રાજપથ ક્લબ પાછળ આવેલી છે. જ્યાં ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા હુમલો કરાયો હતો. આ સમગ્ર મામલો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા માલિકે હુમલો કર્યો હતો. મ્યુનિ.ના થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કરાયો છે. મહિલા કર્મચારી સાથે પણ અભદ્ર વર્ણન કરાયું હતું. એએસમી કર્મચારી રાકેશભાઇ ભાગોરા અને યોગેશ્વરીબહેન પર હુમલો કરાયો હતો. રાજપથ ક્લબ પાછળ આવેલા એકમ સીલ કરવાની કામગીરી કરાઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. એએસમી દ્વારા માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.