Site icon Revoi.in

પંજાબઃ પીએમ મોદીની રેલી પહેલા જ લુઘિયાણામાં બીજેપી ઉમેદવારની કાર પર હુમલો

Social Share

ચંદિગઢઃ- તાજેતરમાં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને ઘમાસાન જોવા મળે છે, ત્યારે આજરોજ બીજેપીની રેલી પંજાબમાં યોજાય તે પહેલા જ અક ઉમેદવાર પર હુમલાની ઘટના સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ હુમલો પંજાબના જલંધર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીના એક દિવસ પહેલા થયો હતો. પીએમ મોદી આગામી ચાર દિવસમાં પંજાબમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબના લુધિયાણાની ગિલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુચા રામ લાઢરની કાર પર વિતેલી રાતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કારના ડોરના કાચ તૂટ્યા છે જેથી ઉમેદવાર લાઢર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસે જણાવ્યું કેભાજપના ઉમેદવાર લુધિયાણા જિલ્લામાં તેમના મતવિસ્તારના એક ગામમાંથી પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં તેઓ ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરતા, વિસ્તારના એક પોલીસ અધિકારીએ ફોન પર કહ્યું કે લાઢરની કાર પર કેટલાક લોકોએ ઈંટો વડે હુમલો કર્યો હતો, જેમાં ભાજપના ઉમેદવારને ઈજા થઈ હતી. ત તેમની હાલત સ્થિર છે. જો કે આ હુમલો કોણે કર્યો એને કયા ઈરાદાથી કરવામાં આવ્.યો હતો તે મામલે પોલીસ દ્રારા વધુ તપાસ  કરવામાં આવી રહી છે