નવી દિલ્હીઃ રફાહ શહેરના ઉત્તર ભાગમાં પેલેસ્ટિનિયન વિસ્થાપિત લોકોની રાહત શિબિરમાં શુક્રવારે હુમલો થયો હતો. વિસ્થાપિત લોકોથી ઘેરાયેલા આ વિસ્તારમાં ગોળીબારમાં 22 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન, 45 ઘાયલ થયા હતા.. તમામ ઘાયલ લોકોને રેડક્રોસ ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ અનુસાર, 21 જૂને થયેલા હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા. હુમલામાં ગાઝા સ્થિત રેડ ક્રોસ ઓફિસને નુકસાન થયું હતું. આ રેડ ક્રોસ ઓફિસ તંબુઓમાં રહેતા સેંકડો વિસ્થાપિત લોકોથી ઘેરાયેલી છે.
જોકે આ હુમલા માટે કોણ જવાબદાર છે. તેને લઈને કોઈ જાણકારી નથી સામે આવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન ફાયરિંગ કરવામાં આવેલા શેલ્સથી ICRC ઓફિસ બિલ્ડિંગને નુકસાન થયું છે. ગોળીબાર બાદ 22 મૃતદેહો અને 45 ઘાયલોને રેડક્રોસ ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હમાસ સંચાલિત ક્ષેત્રના આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું કે ગોળીબારમાં 25 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ થયા. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલી ગોળીબાર અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિત લોકોના તંબુઓને નિશાન બનાવ્યો, જે ICRC બેઝની આસપાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. જે બાદ હમાસના આતંકવાદીઓ અને તેમને સમર્થન કરનારાઓનો ખાતમો બોલાવવા માટે ઈઝરાયલે પ્રતિજ્ઞા લીધી છે. તેમજ હમાસના આતંકવાદીઓના ઠેકાણા ઉપર ઈઝરાયલની સેના દ્વારા સતત હુમલા કરવામાં આવી છે.