Site icon Revoi.in

 પૂણેમાં શિંદે જૂથના ધારાસભ્ય ઉદય સામંતની કાર પર હુમલાની ઘટના સામે આવી – પાર્ટીએ કાયરતાનું કૃત્ય ગણાવ્યું

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી શિવસેનામાંથી અલગ થયેલા નેતા એકનાથ શિંદે ખૂબ ચર્ચામાં છે, મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ બાદ રોજેરોજ અનેક સમાચારો સામે આવતા હોય છે ત્યારે હવે શિંદે જૂથના બાગી નેતા અને એમએલએની કાર પર વિતેલી રાતે હુમલો થવાની ઘટના સામે આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ હુમલો પૂણેમાં કરવામાં આવ્યો છે, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો હતો કે મંગળવારે સાંજે પુણેના કાત્રજ વિસ્તારમાં સિગ્નલ પર કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના વાહન પર હુમલો કર્યો હતો. સામંત મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હુમલાના થોડા સમય પહેલા શિંદેનો કાફલો પણ આ માર્ગ પરથી પસાર થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ઉદય સામંતની કારની પાછળનો કાંચ આખો તૂટી ગયો હતો . એટલું જ નહીં, હુમલા બાદ લોકોએ ત્યાં રાષ્ટ્ર વિરોધી નારા પણ લગાવ્યા હતા.આ પહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના જૂથના સમર્થનો પણ સામસામે આવી ગયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સૂત્રોચ્ચાર ડોમ્બિવલી વિસ્તારમાં પાર્ટી કાર્યાલયમાં પ્રવેશ્યા બાદ થયો હતો આ સાથે જ સ્થિતિ લડવા સુધી પહોંચી ગઈ હતી.

શિવસેના ઉદય સામંતે આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે આ એક નિંદનીય ઘટના છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારનું રાજકારણ ન હતું . હુમલો કરનારા પાસે બેઝબોલની લાકડીઓ અને પથ્થરો હતા. સીએમનો કાફલો મારી આગળ જઈ રહ્યો હતો. હવે પોલીસ આ મામલે તપાસ કરશે કે હુમલાખોરો મારો પીછો કરતા હતા કે સીએમ શિંદેનો, વધુમાં તેમણે કહ્યું કે “હું આવી ઘટનાઓથી ડરતો નથી. આ મામલે  સીએમ એકનાથ શિંદે સાથે વાત કરી છે અને તેમને ઘટના વિશે જણાવ્યું છે.