- પીએ મોદીની રેલીમાં ઘુસતા વ્યક્તિની ઘરપકડ
- નકલી પોલીસ બનીને ઘુસવાનો કર્યો હતો પ્રયાસ
દિલ્હીઃ- પીએમ મોદી બે દિવસ પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં રેલી યોજી રહ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિએ પોતાને સૈનિક બતાવીને રેલીમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો જો કે નકલી સૈનિક બનેલા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પીએમ મોદી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પહોંચે તેના 90 મિનિટ પહેલા જ નવી મુંબઈના 35 વર્ષીય વ્યક્તિને હાઈ સિક્યોરિટી ઝોનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે અટકાવવામાં આવ્યો હતો. હવે તેની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં રોકતા પહેલા 30 મિનિટથી વધુ સમય સુધી તેના પર નજર રાખી હતી. હાઈ સિક્યોરિટી ઝોનમાં પ્રવેશવાની કોશિશ કરતા પહેલા તે બિનજરૂરી રીતે ત્યાં ફરતો હતો. જેના કારણે પોલીસને તેના પર શંકા ગઈ હતી. રામેશ્વર મિશ્રાએ 13 જાન્યુઆરીએ જારી કરાયેલ નેશનલ સિક્યુરિટી ગાર્ડનું તેણે ઓળખપત્ર પહેર્યું હતું. જેમાં તેની પોસ્ટ ‘રેન્જર’ તરીકે બતાવવામાં આવી હતી
આરોપીએ આર્મીની ગાર્ડ્સ રેજિમેન્ટમાં હીરો ગણાવીને ઉચ્ચ સુરક્ષાવાળા વીવીઆઈપી ઝોનમાં પ્રવેશવાની કોશિષ કરી હતી. પકડાયેલા આરોપીનું નામ રામેશ્વર મિશ્રા જણાવામાં આવ્છેયું . 19 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યાની આસપાસ મિશ્રાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શંકાના આધારે અટકાયત કરી હતી.