Site icon Revoi.in

ઉપરાષ્ટ્રપતિ નામ પર વ્હોટ્સ એપ સેમેજ કરી પૈસાની માંગણી કરી ઠગવાનો પ્રયત્ન – સચિવાૃલયે ગૃહમંત્રાલયને કર્યું એલર્ટ

Social Share

 

દિલ્હીઃ- તાજેતરમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે નામાંકિત ચહેરા અને નામનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હોય ત્યારે હવે ઉપરાષ્ટ્રપતચિના નામનો સહારો લઈને ઠગવાનો પ્રયત્ન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ તરીકે દેખાતા એક વ્યક્તિ વીએઈપી સહિત લોકોને મદદ અને નાણાકીય સહાય માટે વ્હોટ્સએપ મેસેજ મોકલી રહ્યો છે. આ મામલે વિતેલા દિવસે ઉપરાષ્ટ્રપતિના કાર્.લય. તરફથી માહિતી આપવામાં આવી છે.

એક સત્તાવાર નિવેદનમાં, ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે લોકોને ચેતવણી આપી કે આ વ્યક્તિ મોબાઈલ નંબર 9439073183 પરથી વ્હોટ્સએપ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ શંકા છે કે આવા મેસેજ ઘણા લોકોને આવી શકે છે,

તેમણે પોતાના નિવેદનમાં  કહ્યું છે કે આવા વ્હોટ્સએપ સંદેશાઓ ઘણા  વીઆઈપીને મોકલવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ મામલો ઉપરાષ્ટ્રપતિના  ધ્યાન પર આવ્યા બાદ  ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે ગૃહ મંત્રાલયના અધિકારીઓને ચેતવણી આપી છે.”ઉલ્લેખનીય છે કે ઘણી વખત આ પ્રકારના કૃત્ય કરીને નેતાઓના નામે ઠગાઈ કરવાના પ્રયત્નો કરવામાં આવતો હોય છે જો કે સમય સુચકતા સાથે ઉપરાષ્ટ્રપતિએ લોકોને ચેતવી દીધા છે જેથી કોઈ પણ આ અજાણ્યા વ્યક્તિની વાતમાં ફસાય નહી.