- ત્રબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ
- આ મામલે SITને તપાસ સોંપવામાં આવી
મુંબઈઃ- 12 જ્યોર્તિલીંગમાંનું એક મંદિર એટલે ત્ર્યંબકેશ્વર મંદિર કે જે મહારાષ્ટ્રમાં સ્થિતિ છે.નાસિકમાં પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કથિત રીતે અન્ય ધર્મોના એક જૂથ દ્વારા બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે હવે આ મામલે સરકારે આ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હવે આ તપાસ એસઆઈટીને સોંપી છે.આ સાથે જ ADG રેન્કના અધિકારી આ વિશેષ તપાસ સમિતિનું નેતૃત્વ કરશે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.જેને લઈને આવનારા દિવસોમાં આવી ઘટના ન બને.નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે SIT માત્ર વર્તમાન ઘટનાની જ નહીં પરંતુ ગયા વર્ષે આ જ મંદિરમાં બનેલી ઘટનાની પણ તપાસ કરશે.
આ ઘટના શનિવારના રોજ નાસિકના મંદિરમાં બની હતી.જ્યારે અન્ય ધર્મના લોકોના જૂથે બળજબરીથી ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મંદિરના સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તે સફળ થઈ શક્યા નહોતા. મંદિર પ્રબંધન સમિતિ તરફથી નિર્દેશ છે કે હિંદુઓ સિવાય કોઈ પણ ધર્મના લોકો મંદિરમાં પ્રવેશ ન કરી શકે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને કરોડો લોકો આ મંદિરમાં આસ્થા ધરાવે છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની શોધ ચાલી રહી છે. મંદિર સમિતિએ આપેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 10-12 લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસ્યા અને સમાધિની જેમ ત્યાં લીલી ચાદર અને ફૂલ ચઢાવવાનો પ્રયાસ કર્યો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ાવ્યો હતો ત્યારે હવે આ તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે.