દિલ્હીઃ પૂર્વ લદ્દાખના ન્યોમા વિસ્તારમાં ચાંગથાંગ ગામમાં બે ગાડીઓ દ્વારા સિવિલ ડ્રેસમાં ચીનના સૈનિકોનું એક ગ્રુપ આવ્યું હતું, જેમને સ્થાનિક લોકો અને આઇટીબીપીના જવાનોની મદદથી પાછા મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સરહદ પર ઘર્ષણ બાદ ભારતમાં ઘૂસવાની ચીનની એક નવી કોશિશને ભારતે નિષ્ફળ બનાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીની સૈનિકો જે સિવિલ ડ્રેસમાં હતા, તેઓ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા જેથી તેમના ઢોર ચરી શકે, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધ બાદ તેમણે પરત ફરવું જ પડ્યું. સ્થાનિકોએ આ વિષયમાં આઇટીબીપી જવાનોને પણ સૂચિત કર્યા હતા. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. બે વાહનમાં સિવિલ ડ્રેસમાં ચીની સૈનિકોના ગ્રુપે ચાંગથાંગમાં ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોના ભારે વિરોધના કારણે તેમણે પરત જવું પડ્યું. જોકે, આઇટીબીપી જવાનોનો પણ તેમનો સામનો કરવા માટે એક્શનમાં આવી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, લેહના ચાંગથાંગમાં મોટાભાગે તિબ્બતી શરણાર્થી જ રહે છે. ચાંગથાંગ રશપો વેલીમાં સમુદ્ર તટથી લગભગ 14,600 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.
(ડી)