દિલ્હીઃ કેનેડા અને ભારતના સંબંઘોમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ ભારતે પણ કેનેડાને બરાબરનો જવાબ આપ્યો ત્યાર બાદ અનેક કડક નિયમો પણ લગાવવામાં ાવ્યા કત્યારે હવે એવી માહિતી સામે આવી રહી છએ કે કેનેડા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડી રહ્યું છે.
આ મામલે મળતી જાણકારી પ્રમાણે કેનેડામાં ખાલિસ્તાન તરફી કટ્ટરપંથીઓએ નાપાક પ્રયાસો શરૂ કર્યા છે. હાલ તેઓ આવતી લાકે 9 ઓક્ટોબરે પંજાબમાં કેનેડા થેંક્સગિવીંગ ડે ઉજવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ માહિતી મળ્યા બાદ કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ પંજાબમાં સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન સાંસદ સિમરનજીત સિંહ માનનું કેનેડા અને નિજ્જર સાથેનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે.આ પોસ્ટરમાં પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે શીખો અને માનવાધિકાર પ્રેમીઓએ 9 ઓક્ટોબરે કેનેડા સાથે થેંક્સગિવીંગ ડે ઉજવવો જોઈએ. આ પોસ્ટર ફતેહગઢ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલા, સાંસદ સિરમનજીત સિંહ માન, હરદીપ સિંહ નિજ્જર, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ઉપરાંત સ્થાનિક યુનિટના નેતાઓના ફોટોઓ જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ એવા સમયે આયોજિત કરવામાં આવી રહ્યો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. આતંકવાદના મુદ્દે બંને વચ્ચે કડવાશ છે. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત તનેજાનું કહેવું છે કે સાંસદ માનને લોકસભામાં જતા પહેલા ભારતીય બંધારણના શપથ લીધા હતા અને હવે તેઓ એ જ બંધારણની વિરુદ્ધ દેશને વિખેરી નાખવાનું કાવતરું કરી રહ્યા છે પરંતુ તેમની યોજના સફળ નહીં થાય.
આ સબીત તેમણે એમ પણ કહ્યું છે કે પંજાબમાં હિન્દુ શીખ ભાઈચારો એક ઉદાહરણ છે. જ્યારે કેનેડાના ખાલિસ્તાન સમર્થકો હવે ભારતીય રાજદ્વારીઓને મારવા માટે ઉશ્કેરી રહ્યા છે. સરે સ્થિત શ્રી ગુરુ નાનક ગુરુદ્વારામાં ત્રણ ભારતીય રાજદ્વારીઓની હત્યાની માંગ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ એ જ ગુરુદ્વારા છે જેના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર હતા. આ ગુરુદ્વારા સામે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી
. 21 ઓક્ટોબરના રોજ, ખાલિસ્તાની સમર્થકોએ ફરીથી ‘કિલ ઈન્ડિયા’ જેવા નારા સાથે વેનકુવરમાં ભારતીય દૂતાવાસની સામે કાર રેલીનું આયોજન કરવાની યોજના બનાવી છે. કેનેડામાં આનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ભારતીય મૂળના જોગીન્દર સિંહ બાસીનું કહેવું છે કે કેટલાક લોકો ભારત અને કેનેડાના સંબંધોને બગાડી રહ્યા છે.