- પંજાબ સીમા પાર ખૂસણખોરીનો પ્રયત્ન
- બીએસએફની જવાબી કાર્વાહીમાં એક ઘુસણખોર ઢેર
દિલ્હીઃ- બીએસએફએ પંજાબના તરણતારણમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાનીને ઢેર કર્યો છે,તરણતારણ સરહદ સુરક્ષા દળ અને નાર્કોટિક્સ નિયંત્રણ બ્યુરોએ સંયુક્તપણે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ભારત-પાક સરહદ પર સ્થિત સેક્ટર ખાલડામાં તૈનાત બીએસએફના જવાનોને શનિવારે સવારે સાડા ચાર વાગ્યે પાકિસ્તાન તરફથી કેટલીક ગતિવીધીઓ લાગી રહી હતી
બીએસએફ જવાનોએ જોયું હતું કે કેટલાક તસ્કરો પ્લાસ્ટિકની પાઇપ દ્વારા ભારતીય ક્ષેત્રમાં કંઈક ફેંકી રહ્યા હતા. આ અંગે બીએસએફના જવાનોએ તેમને ચેતવણી પણ આપી હતી. અવાજ સાંભળતાં જ પાક તસ્કરોએ ફાયરિંગ શરૂ કરી હતી.તેના જવાબ પર બીએસએફ જવાનોએ ફાયરિંગ પણ કર્યું, ત્યારબાદ પાકિસ્તાની તસ્કરો ત્યાથી ભાગી ગયા હતા. ગોળીબાર દરમિયાન ઘુસણખોરીનો પ્રયાસ કરતી વખતે એક પાકિસ્તાની તસ્કર માર્યો ગયો હોવાની માહિતી મળી છે,
ત્યાર બહદ શરુ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં પ્લાસ્ટિકની પાઇપ 12 ફુટ અને હેરોઇનના 14 પેકેટ ઝપ્ત કારાય હતા. આ જપ્તી બીએસએફની 103 બટાલિયનના જવાનો દ્વારા બી.ઓ.પી.ખાલેડા ખાતે કરવામાં આવી આવી હતી.
સાહિન-