સ્પાઈસજેટ પર રેન્સમવેયર હુમલાનો થયો પ્રયાસ – ઉડાન ભરવામાં વિલંબ થતા યાત્રીઓ સો.મીડિયા પર ભડક્યા જેથી કંપનીએ હુમલા અંગે માહિતી આપી
- સ્પાઈસજેટ પર રૈન્સમવેયર હુમલાનો થયો પ્રયાસ
- ઉડાનમાં વિલંબ થતા યાત્રીઓ ભડક્યા
- સ્પાઈસજેટે યાત્રીઓને આ હુમલા વિશે આપી માહિતી
દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે 25 મે બુધવારે સ્પાઈસજેટની ફ્લાઈટે મોડી રાચ્રે ઉડાન ભરી હતી, જેને લઈને વિમાનમાં સવાર યાત્રીો ભડક્યા હતા,ઉડાન ભરવામાં વિલંબ થતા યાત્રીઓ એરપોર્ટ પર ફંસાયા હતા જેને લઈને યાત્રીઓ એ સોશિયલ મીડિયાનો સહારો લઈને વિમાનના સંચાલનમાં લાપરવાહીની ફરીયાદો કરી હતી અને વિમાન સેવા ખરાબ હોવાની ફરીદાયો નોંધાવી હતી
ત્યાર બાદ હવે સ્પાઈસજેટ કંપનીએ આ અંગે ખુલાસો કર્યો હતો અને વિલંબ થવા પાછળનું કારણ જણાવ્યું હતું, કંપની દ્રારા જણાવાયું છે કે કે “રેન્સમવેયર એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિમાનોએ આજે મોડી ઉડાન ભરી હતી. જોકે હવે સ્થિતિ સામાન્ય છે.
આ સંદર્ભમાં સ્પાઈસજેટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેની આઈટી ટીમે “સ્થિતિ સુધારી લીધી છે અને ફ્લાઈટ્સ હવે સામાન્ય રીતે ચાલી રહી છે”. જો કે, ઘણા મુસાફરોએ ટ્વીટ કર્યું છે કે તેઓ હજુ પણ ફસાયેલા છે અને તેઓ ક્યારે ઉપડશે તે જાણવા માટે એરલાઇન સાથે કોઈ સંપર્ક નથી.
ઉલ્લખનીય છે કે એર કેરિયરે આજે સવારે ટ્વીટ કર્યું, “સ્પાઈસજેટની કેટલીક સિસ્ટમો ગઈકાલે રાત્રે રેન્સમવેર એટેકનો ભોગ બની હતી, જેનાથી આ સવારની ફ્લાઈટને અસર થઈ હતી. અમારી IT ટીમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી અને સુધારી લીધી છે. ફ્લાઈટ્સ હવે સામાન્ય રીતે ચાલી રહી છે.”
શું છે રેમ્સમવેયર હુમલો જાણો
રેન્સમવેર એ આ પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે વ્યક્તિની કમ્પ્યુટર સિસ્ટમમાં હાજર તમામ ફાઇલોને એન્ક્રિપ્ટ કરે છે, એટલે કે, તેને લોક મારી દે છે, જેના કારણે જેનું કમ્પ્યુટર તેમને એક્ક્સેસ કરવામાં સક્ષમ રહેતું નથી. તેને ડિક્રિપ્ટ કરવા માટે, હુમલાખોર ખંડણી માંગે છે, તેથી જ આ માલવેરને રેન્સમવેર કહેવામાં આવે છે.આજ હુમલાનો શિકાર સ્પાઈસજેટ બની હોવાની કંપનીે માહિતી આપી છે.