ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લીપ વાયરલ
અમદાવાદઃ શહેરના છેવાડે તાજેતરમાં જ પૂરઝડપે કાર હંકીર અનેક લોકોને અડફેટે લઈ એક-બે નહીં નવ નિર્દોશ વ્યક્તિઓના જીવ લેનાર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલેની સામે તપાસનીશ એજન્સીએ ચાર્જશીટ ફાઈલ કરી છે. દરમિયાન તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક કથિય ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ પોતાના હેવાન પુત્રનો બચાવ કરતા સંભળાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લીપીંગમાં તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલે બોલતા સંભળાય રહ્યો છે કે, કોક કોક દિવસે 19-20 વર્ષના છોકરાથી હવે ગાડી તો ઠોકાતી રહે, એમાં ટેન્શન નહીં કરવાનું, આમા કંઈ આજીવન કેદ થાય નહીં, પણ એને માપમાં રાખવાનો હોય એ મારી રીતે જોઈ લઈશું, તું ટેન્શન ના લઈશ. આ ઓડિયો 20 સેકન્ડનો હોવાનું જાણવા મળે છે. જો કે, સામે બીજી કોણ વ્યક્તિ છે તે જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી તથ્ય પટેલની સામે પોલીસે ગઈકાલે અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. બીજી તરફ પોલીસે પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરી છે અને હાલ જેલમાં બંધ છે, એટલું જ નહીં જામીન ઉપર મુક્ત થવા માટે અરજી કરી છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અકસ્માતના દિવસે બનાવ બાદ તથ્ય પટેલનો પિતો પ્રજ્ઞેશ પટેલ ઘટનો સ્થળે દોડી ગયો હતો અને લોકોને રિલોલ્વર બતાવીને પુત્રને લઈને જતો રહ્યો હતો. એટલું જ નહીં પ્રજ્ઞેન પટેલ પણ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળે છે.