Site icon Revoi.in

ઈઝરાયલના નિર્દોશ નાગરિકોની હત્યા કરનાર હમાસના આતંકીનો ઓડિયો વાયરલ

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન આતંકવાદી સંગઠન હમાસ દુનિયા સમક્ષ પોતાને માનવતાવાદી દર્શાવવા માટે અપહ્યુત નિર્દોશોની સારવાર કરાવતો તથા બાળકોના વીડિયો શેર કરે છે, એટલું જ નબીં પોતાને માનવતાવાદી દર્શાવવા માટે માનવતાના આ કટ્ટર દુશ્મન હમાસે ચારેક અપહ્યુત ને મૃક્ત પણ કર્યાં છે. જો કે, હમાસ દ્વારા અપહ્યુતોને મુક્ત કરવાની કામગીરી ઈઝરાયલની તાબડતોબ કાર્યવાહીને પગલે કરવામાં આવી રહ્યાંનું જાણકારો માની રહ્યાં છે. દરમિયાન ઈઝરાયલની સેનાએ ફરી એકવાર હમાસનો ક્રુર ચહેરો દુનિયા સમક્ષ જાહેર કર્યો હતો. 7મી ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ કહેલા હુમલા દરમિયાન એક આતંકવાદીએ પરિવારજનો સાથે કરેલા કોલનો ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયોમાં આતંકવાદી કોઈ સારુ કામ કર્યું હોય તેમ એક-બે નહીં પરંતુ 10 યહુદીઓની હત્યા કર્યાનો બઢાપો કાઢતો સાંભળી શકાય છે. બીજી તરફ દીકરાને માનવતા વિરોધ કામ કરતા અટકાવવાને બદલે તેના માત-પિતા પણ પુત્રની કહેવાતી આ બહાદુરીથી ખુશી વ્યક્ત કરે છે. તેમજ અલ્લાહ તારી ઉપર ખુશ રહે તેવા આર્શિવાદ આપીને પરત ઘરે ફરવા માટે કહે છે.

હમાસ-ઈઝરાયેલ યુદ્ધના વીસ દિવસ પછી પણ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. યુનાઈટેડ નેશન્સે ઈઝરાયેલ પાસેથી યુદ્ધવિરામની વિનંતી કરી હતી, પરંતુ ઈઝરાયેલે આ વિનંતીને ફગાવી દીધી હતી. ઇઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું કે, “તમે એવા વ્યક્તિ સાથે યુદ્ધવિરામ માટે કેવી રીતે સંમત થઈ શકો કે જેણે તમારા અસ્તિત્વને મારવા અને નષ્ટ કરવાની શપથ લીધી હોય?” દરમિયાન, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ટ્વિટર પર હમાસના એક આતંકવાદીના ફોનનું રેકોર્ડિંગ શેર કર્યું છે. ફોન રેકોર્ડિંગમાં હમાસનો આતંકવાદી અને તેના માતા-પિતા વચ્ચેની વાતચીત બતાવવામાં આવી છે. ફોન પર આતંકવાદીએ દાવો કર્યો હતો કે, તેણે પોતાના હાથે દસ યહૂદીઓની હત્યા કરી છે.

હમાસના આતંકવાદીએ ફોન ઉપર માતા-પિતા અને ભાઈને ​​કહ્યું કે તેણે તેની પાસેથી એક યહૂદી મહિલાનો ફોન છીનવી લીધો અને તેની હત્યા કરી છે. આતંકવાદીએ તેના પિતાને કહ્યું હતું કે, તે કિબુટ્ઝના મેફેલસિમ વિસ્તારમાં છે. તે વારંવાર તેના પિતાને વોટ્સએપ ચેક કરવા કહે છે જેથી તે દસ કથિત હત્યા બતાવી શકે. તેણે કહ્યું કે, “જુઓ મેં મારા પોતાના હાથે કેટલાને માર્યા છે. તમારા પુત્રએ યહૂદીઓને મારી નાખ્યા.” તેણે વારંવાર પુનરાવર્તન કર્યો હતો કે, તેણે દસ લોકોને મારી નાખ્યા છે. તેણે કહ્યું કે, તેણે તે મહિલાના પતિની પણ હત્યા કરી હતી જેની પાસેથી તેણે ફોન આંચકી લીધો હતો. માતાપિતા તેમના પુત્રની વાત સાંભળીને ખુશ થયા હતા. બંનેએ આતંકવાદી પુત્રને કહ્યું હતું કે, “અલ્લાહ તને આશીર્વાદ આપે, જલ્દી ઘરે આવ.” આતંકવાદીએ કહ્યું હતું કે, ” પરત ઘરે આવવું નથી, ક્યાંક તો મોત મળશે અથવા જીંદગી મળશે.