5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ
લખનૌઃ ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ કાંસ્ય મેડલ જીતતા ભારતીય ખેલાડીઓ ઉપર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોકી ટીમને શુભકામનાઓ આપી હતી. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 5 ઓગસ્ટના દિવસનો ઇતિહાસ કરીને અનોખી રીતે શુભકામનાઓ પાઠવી હતી.
आज 05 अगस्त की ऐतिहासिक तिथि को एक इतिहास और बन गया…
'टीम इंडिया', जय हिन्द!
— Yogi Adityanath (@myogiadityanath) August 5, 2021
યોગી આદિત્યનાથએ ટ્વીટ કર્યું હતું કે, આજ તા. 5 ઓગસ્ટના ઐતિહાસિક તિથી પર વધુ એક ઈતિહાસ બની ગયો છે. આજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરીને કાંસ્ય મેડલ જીત્યો છે. આજની સફળતાને ભારતીય હોકીના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરો સાથે લખાશે. ટીમ ઈન્ડિયાની આ અવિસ્મરણીય સિદ્ધિ પર સમગ્ર દેશને ગર્વ છે.
आज टोक्यो ओलंपिक में भारतीय पुरुष हॉकी टीम ने ऐतिहासिक प्रदर्शन कर कांस्य पदक जीता है। आज की सफलता ने भारतीय हॉकी के इतिहास में एक स्वर्णिम अध्याय को जोड़ा है।
'टीम इंडिया' की इस अविस्मरणीय उपलब्धि पर पूरे देश को गर्व है।
हार्दिक बधाई 'टीम इंडिया'।
जय हिन्द!
— Yogi Adityanath (@myogiadityanath) August 5, 2021
ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય પુરુષ હોકી ટીમને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત અન્ય રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોએ પણ ભીરતીય ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રોન્ઝ મેડલ માટે ઓલિમ્પિકમાં ભારત અને જર્મની વચ્ચે મેચ રમાઈ હતી. ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મહત્વની વાત એ છે કે, ગયા વર્ષે આજના જ દિવસે તા. 5મી ઓગસ્ટના રોજ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો.