1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ
ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તેમજ જનજીવનને ભારે અસર થઈ હતી. જો કે, લાંબા સમયથી વરસાદે વિરાદ લીધો છે. દરમિયાન ઓગસ્ટ 2023નો મહિનો સૌથી સૂકો રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ 30% વરસાદની ખાધ છે અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં પણ સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ છે. 26મી અને 28મી ઓગસ્ટ દરમિયાન મજબૂત ધૂળના વાવાઝોડાની ગતિવિધિઓ પણ PM10 સાંદ્રતામાં ક્ષણિક વધારો નોંધાયો.

સાનુકૂળ હવામાન પરિસ્થિતિઓ, સતત ગ્રાઉન્ડ લેવલના પ્રયાસો, વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે વિવિધ હિતધારક એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી ક્રિયાઓ અને ચાલુ દેખરેખ અને અમલીકરણની ક્રિયાઓએ 2023 દરમિયાન હવાની ગુણવત્તાને બહેતર બનાવવામાં મદદ કરી છે. ઉત્સર્જન ઘટાડવા, સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણ નિયંત્રણના અસરકારક પગલાં અમલમાં મૂકવાના સતત પ્રયાસો દિલ્હીમાં હવાની ગુણવત્તા જાળવવા અને વધુ સુધારવા માટે નિર્ણાયક સાબિત થયા છે.

ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહ્યું હોવાથી ખાદ્ય ચીવજસ્તુઓની સંભવિત અછતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ચોખાની નિકાસ ઉપરાંત ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ત્યાર સુધીમાં 81 ટકા વરસાદ વરસ્યો છે. તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, વરસાદ ખેંચાવાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code