Site icon Revoi.in

આજની યુવા પેઢી માટે અરબિંદોના જીવન મૂલ્યો એક અમૂલ્ય વારસોઃ પીએમ મોદી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી અરબિંદોની 150મી જયંતીના ઉપલક્ષમાં આયોજીત કાર્યક્રમમાં વર્ચુઅલી ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી માટે અરબિંદોના જીવન મૂલ્યો  એક અમૂલ્ય વારસો છે. આ પ્રસંગ્રે શ્રી અરબિંદોના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ ટિકિટનું પણ અનાવરણ કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોંડેચેરીમાં કમ્બલ કલાઇ સંગમ પર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી અરબિંદોના અનુયાયીઓ સામેલ થયા હતા. શ્રી અરબિંદો દૂરદર્શી વ્યક્તિ હતાં. તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમા અસાધારણ યોગદાન આપ્યું હતું.

15 ઑગસ્ટ, 1872ના રોજ જન્મેલા શ્રી અરબિંદો એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાયમી યોગદાન આપ્યું હતું. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઉજવણી કરવાનો પ્રયાસ-આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં એક વર્ષ લાંબી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરીને શ્રી અરબિંદોની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.