ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ પણ ચીનથી આવતા યાત્રીઓ માટે નિયમો લાગૂ કર્યા
- ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પર ચીન માટે સખ્ત વલણ અપનાવ્યું
- ચીનના યાત્રીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો
દિલ્હીઃ- ચીનમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે રોજેરોજ નોંધાતા કેસોએ હવે વિશ્વના દેશોની ચિંતા વધારી છે,ભારત સહીતના કેટલાક દેશઓએ ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનો ટેસ્ટ એનિવાર્ય કર્યો છે,ત્યારે હવે ચીનમાં નવધતા કહેરને જોતા ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પણ ચીનથી આવતા યાત્રીઓ માટે આ નિયમ લાગૂ કર્યો છે,
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત બાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પણ ચીનથી આવનારા મુસાફરો પર કોરોના નિયમો લાદી દીધા છે. હવે ચીનથી આ દેશોમાં જતા મુસાફરોને કોવિડ-19 ટેસ્ટની જરૂર પડશે. ચીને અચાનક જ ઝીરો કોવિડ પોલિસીનો અંત લાવ્યો છે. આ પછી, કોરોના વાયરસ દેશભરમાં ઝડપથી ફેલાવા લાગ્યો અને હવે આખો દેશ તેના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે 5 જાન્યુઆરીથી, ચીન, હોંગકોંગ અથવા મકાઉથી આવતા તમામ હવાઈ પ્રવાસીઓએ પ્રસ્થાનના બે દિવસમાં નકારાત્મક કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો પડશે. કેનેડિયન સત્તાવાળાઓએ સમાન પગલાંની જાહેરાત કરી છે, જે 5 જાન્યુઆરીથી અમલમાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને કેનેડા પહેલા અમેરિકા, બ્રિટન, ભારત, જાપાન અને ઘણા યુરોપિયન દેશોએ ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.